India Pakistan War : તો શું આજે રાત્રે પણ પાકિસ્તાન કરશે હુમલો?
પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સજ્જ, ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ કર્યા...

રાજ્યોને કટોકટી માટે તૈયાર રહેવા આદેશ...

રાજ્યોને કટોકટી માટે તૈયાર રહેવા આદેશ...
India Pakistan War : પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સંપૂર્ણપણે કમર કસીને મેદાનમાં ઉતરી ગયું છે. આજે વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા છે. બીજી તરફ, પાકિસ્તાન બોર્ડર પર આવેલી અનેક ચેક પોસ્ટ પર ભારે ગોળીબાર ચાલુ છે, જેનો ભારતીય સેના જોરદાર જવાબ આપી રહી છે. આ યુદ્ધ (India Pakistan War) જેવા માહોલને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એક પત્ર લખ્યો છે.
તમામ રાજ્યોને તૈયાર રહેવા આદેશ...
એક અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલયે પત્રમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને દરેક પરિસ્થિતિમાં તૈયાર રહેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરી અને જિલ્લા વહીવટી તંત્રને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાગરિક સુરક્ષા નિયમો હેઠળની કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને તમામ જરૂરી સાવચેતીનાં પગલાંની કુશળતાપૂર્વક અમલ કરવા જણાવ્યું છે.
આ ઉપરાંત, યુદ્ધ (India Pakistan War) દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ જેમ કે રાશન વગેરેની પણ ખરીદી કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી જરૂરિયાતના સમયે તે બધાને ઉપલબ્ધ કરાવી શકાય.
પાકિસ્તાને ગત રાત્રે કર્યો હતો હુમલો...
તમને જણાવી દઈએ કે, બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે પાકિસ્તાને ભારતના અનેક શહેરોને મિસાઇલ, ડ્રોન અને ફાઇટર જેટથી નિશાન બનાવ્યા હતા, પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનના 3 ફાઇટર જેટ સહિત તેના ડઝનેક મિસાઇલો અને ડ્રોનને આકાશમાં જ ખતમ કરી દીધા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના શહેરોમાં તબાહી મચાવી દીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.