બરેલીમાં સાસુ બાદ પત્નીને મારવા જતો આરોપી પતિ ઠાર
આજીવન કેદની સજા કાપી પેરોલ પર આવેલા નરાધમે આખા પરિવારને પીંખી નાખ્યો

બરેલીમાં પત્નીને મારવા જતો આરોપી પતિ ઠાર

બરેલીમાં પત્નીને મારવા જતો આરોપી પતિ ઠાર
ઉત્તર પ્રદેશના બરેલીમાં પંચાયત બોલાવીને સભ્યોની નજર સામે જ સાસુ અને સાળાની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર એમ્બ્યુલન્સ ચાલક અફસર ખાનનું મંગળવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આરોપીએ તેની પત્ની પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
પંચાયતમાં સર્જાયો હતો ખૌફનાક મંજર
નવ વર્ષના લગ્ન જીવન બાદ પત્ની સાઈમા પારિવારિક ઝઘડાને કારણે પાંચ દિવસથી પિયર રહેવા આવી હતી. સમાધાન માટે સોમવારે પંચાયત બોલાવવામાં આવી હતી. આ દરમિયાન અફસરે અચાનક ઉશ્કેરાઈ જઈને પોતાની સાસુ આસમા અને સાળા આદિલ પર છરીથી હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. પત્ની સાઈમા બચાવવા વચ્ચે પડી તો તેને પણ ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી.
બીજું મર્ડર કરવા જતો હતો ત્યાં જ ખેલ ખતમ
બરેલીના એસએસપી અનુરાગ આર્યએ જણાવ્યું કે, મંગળવારે સવારે પોલીસને બાતમી મળી હતી કે અફસર ગેરકાયદેસર હથિયાર સાથે મુદિયા અહેમદનગરના સહારા ગ્રાઉન્ડ પાસે છુપાયો છે. તે હોસ્પિટલમાં દાખલ તેની પત્ની સાઈમાને મારી નાખવાના ઈરાદે ત્યાં જવાની પેરવીમાં હતો. પોલીસે તેને આત્મસમર્પણ કરવા કહ્યું, પરંતુ તેણે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરતા અફસર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. આ અથડામણમાં બે પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે.
આરોપીનો ભયાનક ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અફસર રીઢો ગુનેગાર હતો. ૨૦૦૯માં તેણે પોતાના જ સગા મામાની હત્યા કરી હતી, જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાલમાં તે જામીન પર જેલની બહાર આવ્યો હતો, પરંતુ તેના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. પોલીસને તેની પાસેથી પિસ્તોલ, જીવતા કારતૂસ અને હત્યામાં વપરાયેલી છરી મળી આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ