એક દિવસમાં દેશભરમાં અકસ્માત, 34એ ગુમાવ્યો જીવ
રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ અને ગુજરાતમાં અકસ્માત-આગની દુર્ઘટનાઓથી માતમ.

એક દિવસમાં દેશભરમાં અકસ્માત

એક દિવસમાં દેશભરમાં અકસ્માત
છેલ્લા 24 કલાકમાં ભારત માટે રસ્તો અને રહેણાંક બંને જોખમી સાબિત થયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં સર્જાયેલા અલગ-અલગ અકસ્માતો અને દુર્ઘટનાઓમાં કુલ 34 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 25થી વધુ લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ઘટનાઓએ માર્ગ સલામતી અને ફાયર સેફ્ટીના નિયમો સામે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રાજસ્થાનના સીકર જિલ્લામાં જયપુર-બિકાનેર હાઈવે પર સૌથી મોટી દુર્ઘટના ઘટી હતી, જ્યાં શોકસભામાંથી પરત ફરી રહેલી મહિલાઓની કારને ટ્રકે ટક્કર મારતા 6 મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા.
આવી જ રીતે મધ્યપ્રદેશના ભોપાલમાં બેરાસિયા પાસે મકર સંક્રાંતિના સ્નાન બાદ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર-ટ્રોલીને પીકઅપ વાને ટક્કર મારતા એક જ પરિવારના 3 સભ્યો સહિત 5 લોકોના મોત થયા હતા. ઈન્દોર બાયપાસ પર પણ બોલેરો પલટી જવાથી ૧૧ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં રાત્રિના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. આ ભીષણ આગમાં 3 માસૂમ બાળકો સહિત કુલ 6 સભ્યો જીવતા ભૂંજાઈ ગયા હતા.
તો બીજી તરફ, ગુજરાતમાં પણ રાજકોટ-મોરબી હાઈવે પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 વર્ષના મોક્ષ અને 9 મહિનાની શ્રેયા નામના બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે.
આ તમામ ઘટનાઓમાં પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે. સતત વધતા માર્ગ અકસ્માતો અને ફાયર સેફ્ટીના અભાવે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે.
સત્તાવાળાઓ દ્વારા કડક ટ્રાફિક નિયમો અને ઈમરજન્સી સેવાઓને વધુ સજ્જ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ શિઝનલ ભીડ અને પ્રવાસ દરમિયાન લોકોએ વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ