ગાઝિયાબાદમાં કાવડિયાઓ સાથે અકસ્માત, 2 ના મૃત્યું
રોંગ સાઈડ પર આવતી એમ્બ્યુલન્સે એક સ્કૂટી અને એક બાઈકને જોરદાર ટક્કર મારી

એમ્બ્યુલન્સે સર્જ્ય ગંભીર અકસમાત

એમ્બ્યુલન્સે સર્જ્ય ગંભીર અકસમાત
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કદરાબડા પાસે દિલ્હી-મેરઠ રોડ પર, એક એમ્બ્યુલન્સે કાવડિયાઓના ગ્રૂપ પર ફરી વળી, જેના પરિણામે બે કાવડિયાના મોત થયા છે અને ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને અનેક સવાલો ઉભા કર્યા છે.
નાયબ પોલીસ કમિશનર સુરેન્દ્ર નાથે અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના દિલ્હી-મેરઠ રોડ પર એક રેસ્ટોરન્ટ પાસે બની હતી. મેરઠની હોસ્પિટલમાં દર્દીને મૂકી આવ્યા બાદ, એક એમ્બ્યુલન્સ રોંગ સાઈડ પર દોડી રહી હતી. આ એમ્બ્યુલન્સે એક સ્કૂટી અને એક બાઈકને જોરદાર ટક્કર મારી. બંને વાહનો પર કાવડિયાઓ સવાર હતા, જેઓ પવિત્ર ગંગાજળ લેવા માટે હરિદ્વાર જઈ રહ્યા હતા. આ ભયાનક ટક્કરમાં સ્કૂટી અને બાઈક હવામાં ફંગોળાયા હતા, જે દર્શાવે છે કે ટક્કર કેટલી પ્રચંડ હતી.
જાનહાનિ અને ઈજાગ્રસ્તોઆ દુર્ઘટનામાં બે કાવડિયાનું કરુણ મોત થયું છે. જ્યારે, મીડિયા રિપોર્ટ મુજબ, કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ બેને મૃત જાહેર કર્યા. એક વ્યક્તિ હજુ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત સર્જનાર એમ્બ્યુલન્સના ડ્રાઈવર મોનુની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે.
રાજકીય જોડાણ અને ઉભા થયેલા પ્રશ્નોમીડિયા રિપોર્ટ મુજબ, આ એમ્બ્યુલન્સ "જીવન હોસ્પિટલ"ની હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ભાજપ ધારાસભ્ય મંજુ સિવાચના પતિની છે. આ બાબત બહાર આવતા, સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટ તેમજ વહીવટ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. રોંગ સાઈડ પર એમ્બ્યુલન્સ ચલાવવી અને તેના કારણે બે નિર્દોષ લોકોના મોત થવા એ ગંભીર બેદરકારી દર્શાવે છે.
અકસ્માત બાદ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ ઘટનાએ માર્ગ સલામતીના નિયમોના પાલન અને ખાસ કરીને કટોકટી સેવાઓ દ્વારા પણ નિયમોના ઉલ્લંઘન અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે, અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...