ખોલા બેગ ઓર નીકલી ગર્લફ્રેન્ડ..હરિયાણાનો અનોખો કિસ્સો
સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટી કોલેજ હોસ્ટેલમાં બનેલા બનાવથી સૌ સ્તબ્ધ

સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટી કોલેજ હોસ્ટેલમાં બનેલા બનાવથી સૌ સ્તબ્ધ

સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટી કોલેજ હોસ્ટેલમાં બનેલા બનાવથી સૌ સ્તબ્ધ
પ્રેમ એ એવી વસ્તુ છે કે તેને પામવા માટે વ્યક્તિ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. ઘણા તો તારાઓ અને ચંદ્ર ધરતી પર લાવવાની વાત કરે છે, જ્યારે કેટલાક પોતાના જીવને જોખમમાં નાખવાની વાત કરે છે. એક સજ્જને તો તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવી દીધી. આ ચોંકાવનારો કિસ્સો હરિયાણાના સોનીપતનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટી કોલેજ હોસ્ટેલનો છે.
પ્રેમી યુવક તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવીને છોકરાઓની હોસ્ટેલમાં લઈ ગયો હતો...
ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવી દીધી
બધા જાણે છે કે છોકરીઓને છોકરાઓની હોસ્ટેલમાં પ્રવેશવાની સખત મનાઈ છે. પણ અહીં રહેતો એક છોકરો પ્રેમમાં એટલો બધો મોહિત થઈ ગયો કે તેણે તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવી દીધી અને તેને હોસ્ટેલની અંદર લઈ ગયો. પણ તે છેલ્લે પકડાઈ ગયો હતો
સુરક્ષા ગાર્ડ્સને શંકા કેવી રીતે થઈ?
મળતી માહિતી મુજબ, જ્યારે છોકરો તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવીને લાવી રહ્યો હતો, ત્યારે છોકરીએ ચીસો પાડી. પછી એવું બન્યું કે સુરક્ષા ગાર્ડ્સને શંકા ગઈ. તેમણે તરત જ સૂટકેસ તપાસી અને છોકરાનું રહસ્ય ખુલી ગયું. જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે તેમાં સામાનની જગ્યાએ એક છોકરી મળી આવી. આ જોઈને ત્યાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા. તેમિણે તરત જ છોકરીને સુટકેસમાંથી બહાર કાઢી.
ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવી, હોસ્ટેલમાં પકડાયો
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક મહિલા સુરક્ષા ગાર્ડ સૂટકેસ ખોલી રહી છે. જ્યારે તે સુટકેસની અંદર જુએ છે, ત્યારે તે એ જોઈને ચોંકી જાય છે કે તેમાં કોઈ સામાન નથી પણ એક છોકરી છે. આ છોકરી એ જ કોલેજમાં અભ્યાસ કરે છે કે બહારની છે તે સ્પષ્ટ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાયરલ વીડિયો સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટીના છોકરાઓની છાત્રાલયનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.