જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં એક આતંકવાદી ઠાર કરાયો
સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીને ઠાર માર્યો, ત્રણની શોધખોળ ચાલુ

સેના અને પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી હતી તે દરમિયાન આતંકવાદીઓએ કર્યુ હતું ફાયરિંગ

સેના અને પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી હતી તે દરમિયાન આતંકવાદીઓએ કર્યુ હતું ફાયરિંગ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે. જ્યારે ત્રણની શોધખોળ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે ત્રણ આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.
છેલ્લા એક વર્ષથી ચાર આતંકવાદીઓની શોધ ચાલી રહી હતી. ગુરૂવારે સવારે બસંતગઢના દૂરના બિહાલી વિસ્તારમાં સચોટ માહિતીના આધારે સેના અને પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, તે જ સમયે, આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. વિસ્તારમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે. ખરાબ હવામાન હોવા છતાં વ્યાપક શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષક ભીમસેન તુતીએ કહ્યું કે, "આતંકવાદીઓ સવારે 8.30 વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા. અમે છેલ્લા એક વર્ષથી આ જૂથને શોધી રહ્યા હતા." તેમણે કહ્યું કે ધુમ્મસ હોવા છતાં શોધખોળ કામગીરી ચાલુ છે અને હવામાન સુધર્યા પછી વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘેરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના સભ્યો છે. આર્મી પેરા કમાન્ડોની આગેવાની હેઠળની સંયુક્ત શોધ ટીમે તેમને કરુર નાલા નજીક છુપાયેલા જોયા હતા. વહેલી સવારે જમ્મુ સ્થિત આર્મીના 'વ્હાઇટ નાઈટ કોર્પ્સ' એ સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટમાં કહ્યું હતું કે, "સચોટ માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે બસંતગઢના બિહાલી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓનો સામનો કરવામાં આવ્યો. ઓપરેશન હજુ પણ ચાલુ છે."
'ઓપરેશન બિહાલી' ઓપરેશન એવા સમયે શરૂ કરવામાં આવ્યું છે જ્યારે એક અઠવાડિયા બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ બુધવારે મોડી રાત્રે સાંબા જિલ્લાના પુરમંડલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, કંઈપણ જપ્ત ન થયા બાદ ઓપરેશન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.