દિલ્હીમાં દેશની શાખ પર ધબ્બો!
શ્વાનના હુમલા બાદ કેન્યા-જાપાનના કોચ ઘાયલ, હોસ્પિટલે ખસેડાયા.

કેન્યા-જાપાનના કોચ પર શ્વાનનો હુમલો

કેન્યા-જાપાનના કોચ પર શ્વાનનો હુમલો
દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (JLN) ખાતે આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સુરક્ષા વ્યવસ્થાની મોટી ખામી સામે આવી છે. સ્ટેડિયમ પરિસરમાં બે વિદેશી કોચ પર રખડતાં શ્વાનોએ હુમલો કરતાં દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી થવાની શક્યતા ઊભી થઈ છે. આ હુમલામાં ચાર સુરક્ષાકર્મીઓ સહિત કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જાપાન અને કેન્યાના કોચ ઈજાગ્રસ્ત
આ હુમલાની પહેલી ઘટનામાં કેન્યાના કોચ ડેનિસ મરાગિયાને સ્ટેડિયમના એરિના નજીક રખડતાં શ્વાને હુમલો કર્યો, જેના પગલે તેમને ઊંડો ઘા થયો. થોડી જ વારમાં, જાપાનના કોચ મેઈકો ઓકુમાત્સુ પર પણ વોર્મ-અપ ટ્રેક નજીક ટ્રેનિંગ સેશન દરમિયાન શ્વાને અચાનક હુમલો કર્યો. બંને કોચને તાત્કાલિક મેડિકલ રૂમમાં પ્રાથમિક સારવાર આપીને સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલમાં સ્થિર છે. હડકાયેલા શ્વાને બચાવ માટે દોડેલા ચાર સુરક્ષાકર્મીઓને પણ બચકાં ભર્યા હતાં.
આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ દરમિયાન બનેલી આ ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ભાજપના નેતા વિજય ગોયલે આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, "આ ઘટના દેશની શાખ પર ધબ્બા સમાન છે. હવે કોણ જવાબદારી લેશે? દેશ બદનામ થઈ રહ્યો છે." તેમણે સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો કે શું શ્વાનને રસ્તા પર ખુલ્લા મુકવાનો આદેશ આપ્યો હતો.
રખડતાં શ્વાન પકડવાનું અભિયાન
આ ગંભીર ઘટના બાદ દિલ્હીનું તંત્ર સફાળું જાગ્યું છે. દિલ્હી સરકારના રમતગમત મંત્રાલય અને નગર નિગમે સંયુક્ત કામગીરી શરૂ કરી છે. NDMC અને MCDની ટીમોએ તાત્કાલિક જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પરિસર અને આસપાસના વિસ્તારોમાં રખડતાં શ્વાનને પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. ઓર્ગેનાઇઝર કમિટીના સભ્ય અર્ણવ ઘોષે જણાવ્યું હતું કે ગત મોડી રાતથી રખડતાં શ્વાનને પકડવા માટે ચાર સ્થાયી ડોગ-કેચિંગ ટીમ, રેપિડ રિસ્પોન્સ યુનિટ અને સ્પેશિયલ સ્ક્વૉડ તૈનાત કરવામાં આવી છે.
ભારત પ્રથમ વખત વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપની મેજબાની કરી રહ્યું છે, ત્યારે વિદેશી મહેમાનોની સુરક્ષામાં થયેલી આ ગંભીર બેદરકારીએ દેશની તૈયારીઓ અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...