પુણેમાં ભયંકર અકસ્માત, કાર ઉભેલી પિકઅપ ટ્રકમાં ઘૂસતા 8 લોકોના મોત
પુણે જિલ્લાના જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં સાત પુરુષો અને એક મહિલા સહિત આઠ લોકોના મોત થયા હતા.

પૂણે માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત

પૂણે માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત
બુધવારે સાંજે પુણેના જેજુરી-મોરગાંવ રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર એક પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે જેજુરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના જેજુરી-મોરગાંવ રોડ પર બની હતી. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક (એસપી) સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે કારમાં સવાર ચાર પુરુષો અને એક મહિલા, પિકઅપ ડ્રાઈવર અને ટ્રક પાસે ઉભેલા બે અન્ય લોકોનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માત સાંજે લગભગ 7:15 વાગ્યે કિર્લોસ્કર કંપનીની સામે થયો હતો. જેજુરીથી ઇન્દાપુર જઈ રહેલી એક કાર નજીકમાં ઉભેલા પિકઅપ ટેમ્પોને ટક્કર મારી હતી.
ઘટનાસ્થળેથી મળેલી માહિતી અનુસાર, શ્રીરામ હોટલની બહાર એક પિકઅપ ટેમ્પોમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે પાછળથી એક કારે તેને ટક્કર મારી હતી. મૃતકોમાં ટેમ્પોમાંથી સામાન ઉતારતા કર્મચારીઓ, હોટલ માલિક અને કારમાં સવાર મુસાફરોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.