નવેમ્બરમાં 6 મોટા ફેરફારો, બેંકમાં 4 નોમિની રખાશે
પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની અંતિમ તારીખ જેવા મોટા બદલાવો થઈ રહ્યા છે

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
નવેમ્બર 2025ના મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં 6 મોટા બદલાવો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારો બેંક ખાતામાં નોમિનેશનના નિયમોથી લઈને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને ફાસ્ટેગના નવા નિયમો સુધીના છે. આ ઉપરાંત, AI સાથે જોડાયેલા પણ મહત્ત્વના બદલાવો છે, જેમાં 4 નવેમ્બરથી ભારતીય યુઝર્સને ચેટ જીપીટી ગોનું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે મફત મળશે. સાથે જ, ગૂગલના જેમિની પ્રોનું સબ્સક્રિપ્શન પણ યુઝર્સને વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ 6 મોટા બદલાવો વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
1. બેંક ખાતામાં એકને બદલે ચાર નોમિની ઉમેરી શકાશે
બેંક ખાતાધારકો એકને બદલે મહત્તમ 4 વ્યક્તિઓને નોમિની* તરીકે ઉમેરી શકશે. આ નિયમ 1 નવેમ્બર, 2025થી અમલમાં આવ્યો છે. ખાતાધારક એ પણ નક્કી કરી શકશે કે આ 4 નોમિનીમાંથી કોને ખાતાની રકમનો કેટલો હિસ્સો મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નોમિનીને કોઈપણ સમયે બદલી કે રદ્દ કરી શકાશે. નોમિની એ વ્યક્તિ હોય છે, જેને ખાતાધારક પોતાના મૃત્યુ પછી ખાતાની રકમ કે સંપત્તિ કાયદાકીય પ્રક્રિયા વિના સોંપવા માટે નામાંકિત કરે છે.
2. આધાર અપડેટ માટે નવા ચાર્જિસ અને ફી માફી
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની 125 ની ફી માફ કરી દીધી છે. આ સુવિધા એક વર્ષ સુધી મફત રહેશે. જોકે, પુખ્ત વયના લોકો માટે કેટલાક ચાર્જ લાગુ થશે, નામ, જન્મ તારીખ, સરનામું અથવા મોબાઈ નંબર અપડેટ કરવા માટે 75 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટ્સ માટે 125 રૂપિયા લાગશે.
3. ચેટજીપીટી ગોનું સબ્સક્રિપ્શન 1 વર્ષ માટે મફત
OpenAI ભારતમાં તેના મિડ-લેવલ પ્રીમિયમ પ્લાન, ચેટજીપીટી ગો'નું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે મફત આપવા જઈ રહ્યું છે. આ ઓફર 4 નવેમ્બર, 2025 થી ભારતીય યુઝર્સ માટે શરૂ થશે. ચેટજીપીટી ગોના આ પ્લાનમાં યુઝર્સ વધુ ચેટ અને ઈમેજ બનાવી શકે છે. કંપનીનું કહેવું છે કે, ભારત તેના માટે બીજું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું માર્કેટ છે. આ સાથે ગૂગલના જેમિની પ્રોનું સબ્સક્રિપ્શન પણ યુઝર્સને વિનામૂલ્યે મળી રહ્યું છે.
આ પણ વાંચો: FASTag માટે KYV પ્રક્રિયા હવે વધુ સરળ
4. ફાસ્ટેગ માટે 2 નવા નિયમો
ફાસ્ટેગ સંબંધિત 2 મોટા બદલાવો અમલમાં આવી રહ્યા છે. પ્રથમ બદલાવ એ છે કે, જે વાહનોના ફાસ્ટેગનું જરૂરી 'નો યોર વ્હીકલ' વેરિફિકેશન હજુ સુધી થયું નથી, તે ડીએક્ટિવેટ થઈ શકે છે. જોકે, NHAI બેંકો દ્વારા રિમાઇન્ડર મોકલીને ગ્રેસ પિરિયડ આપી રહી છે જેથી સેવા તાત્કાલિક બંધ ન થાય. હવે KYV માટે યુઝર્સે માત્ર નંબર પ્લેટ અને ફાસ્ટેગનો આગળનો ફોટો અપલોડ કરવાનો રહેશે, બાજુના ફોટાની જરૂર નથી, જેનાથી વેરિફિકેશન પ્રક્રિયા સરળ બનશે.
5. લાઈફ સર્ટિફિકેટ જમા ન કરાવવાથી પેન્શન અટકશે
કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ પેન્શન મેળવે છે, તેમણે પોતાનું વાર્ષિક 'ઈફ સર્ટિફિકેટ' નવેમ્બર મહિનાના અંત સુધીમાં નજીકની બેંક શાખામાં જમા કરાવવું ફરજિયાત છે. જો આ સર્ટિફિકેટ જમા નહિ થાય તો પેન્શન અટકી શકે છે. આ ઉપરાંત, જે કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટ માંથી યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવા માગે છે, તેમણે પણ આ કામ નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવું પડશે.
6. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6.50નો ઘટાડો
નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6.50 સુધીનો ઘટાડો થયો છે. આ બદલાવથી હોટેલો અને રેસ્ટોરન્ટ્સ જેવા કોમર્શિયલ યુઝર્સને રાહત મળશે. ઉદાહરણ તરીકે, કોલકાતામાં તેની કિંમત 6.50 ઘટીને 1694 થઈ ગઈ છે, જ્યારે અગાઉ તે 1700.50માં મળતો હતો. ચેન્નાઈમાં પણ તે 4.50 સસ્તો થઈને 1750માં મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.