કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગથી 4 દીપડાના મોત
યશવંતપુર વિસ્તારમાં બનેલી ઘટનાથી વન્યજીવ સંરક્ષણ અંગેની કામગીરી પર ગંભીર સવાલ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
કર્ણાટકના બેંગલુરુના ગ્રામીણ વિસ્તારમાં ગેરકાયદે બ્લાસ્ટિંગની ગંભીર ઘટનામાં ચાર દીપડાના મોત થતાં ચકચાર મચી છે. જેમાં એક ગર્ભવતી માદા દીપડાનો પણ સમાવેશ થાય છે. યશવંતપુરના મંચનાબેલે પાસેના ચિક્કનહલ્લી વિસ્તારમાં બનેલી ઘટનાએ વન્યજીવ સંરક્ષણ અને વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડાઓના મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય અને વહીવટી સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
યશવંતપુરના ભાજપના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે ઘટના પર આક્રોશ વ્યક્ત કરતા વન વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સતત વન્ય જીવોના મૃત્યુની ઘટનાઓ બની રહી હોવા છતાં વિભાગ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે.
તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે બ્લાસ્ટિંગ ચાલી રહ્યું છે અને સંબંધિત મંત્રીઓ તથા અધિકારીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે. ધારાસભ્યએ એવો પણ દાવો કર્યો કે તેમણે આ મુદ્દે વન મંત્રીનો સંપર્ક કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો. પરંતુ તેમના ફોનનો કોઈ જવાબ મળ્યો નથી.
ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, આ ઘટનાને લઈને વન વિભાગને એક ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદે બ્લાસ્ટિંગ પર તાત્કાલિક રોક લગાવવા, દોષિતોને ઓળખી કાઢવા અને દીપડાઓના મોત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ મામલો રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને વહીવટી જવાબદારી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ