'મન કી બાત': ભારત ત્રીજું મોટું સ્ટાર્ટઅપ હબ
PM મોદીએ 2016ના સોશિયલ મીડિયા ટ્રેન્ડને વાગોળ્યો; ક્વોલિટી પ્રોડક્ટ્સ પર આપ્યો ભાર.

'મન કી બાત'

'મન કી બાત'
2026નો પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ આજે, 25 જાન્યુઆરીએ રજુ થઇ ગયો છે. તેની સાથે આ કાર્યક્રમની 130મી શ્રેણી પૂરી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2026ના પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ (130મો એપિસોડ) દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.
આ સંબોધનમાં તેમણે 2016ના વાયરલ સોશિયલ મીડિયા ટ્રેન્ડથી લઈને ભારતના ઉભરતા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને બદલાતી જતી યુવા સંસ્કૃતિ વિશે ગહન ચર્ચાઓ કરી હતી.
2016ની યાદો અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 10 વર્ષ:
વડાપ્રધાને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા "2026 is the new 2016" ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, બરાબર 10 વર્ષ પહેલા જાન્યુઆરી 2016માં આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફર શરૂ કરી હતી. આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયું છે.
AI, સ્પેસ, ન્યુક્લિયર એનર્જી અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં ભારતીય યુવાનો ક્રાંતિ લાવી રહ્યા છે. મોદીએ આહવાન કર્યું કે હવે સમય આવી ગયો છે કે 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ વિશ્વમાં 'ટોપ ક્વોલિટી'ની ઓળખ બને.
Gen Z અને 'ભજન ક્લબિંગ':
આજના યુવાનોમાં પરંપરા પ્રત્યે વધતા આકર્ષણની નોંધ લેતા PM એ 'ભજન ક્લબિંગ' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આજની Gen Z પેઢી કોન્સર્ટ જેવા ઠાઠમાઠ સાથે ભજન અને કીર્તનને પોતાના જીવનમાં વણી રહી છે, જે ભારતીય સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે.
વડાપ્રધાને પશ્ચિમ બંગાળના કુચબિહારના બિનોય દાસની પ્રશંસા કરી, જેમણે હજારો વૃક્ષો વાવીને આખા જિલ્લાને હરિયાળો બનાવ્યો છે. ઉપરાંત, મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના વનરક્ષક જગદીશ પ્રસાદ આહિરવારની પણ વાત કરી, જેમણે 125થી વધુ ઔષધીય વનસ્પતિઓનો ડેટા તૈયાર કરી પુસ્તક પ્રકાશિત કરવામાં મદદ કરી છે.
ભારત-મલેશિયા સંબંધો અને કલ્ચરલ વોક:
વડાપ્રધાને મલેશિયામાં ભારતીય સંસ્કૃતિના ફેલાવા અને ત્યાંની 500થી વધુ તમિલ શાળાઓ વિશે વાત કરી હતી. મલેશિયામાં યોજાયેલી આઇકોનિક ‘લાલ પાડ સાડી’ વોકનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે કેવી રીતે ભારતીય પરંપરાઓ વિશ્વમાં રેકોર્ડ બનાવી રહી છે.
આમ, 2026ના પ્રથમ 'મન કી બાત'માં પીએમ મોદીએ ભૂતકાળની સિદ્ધિઓને વાગોળીને ભવિષ્યના વિકસિત ભારતનો રોડમેપ રજૂ કર્યો છે. દેશ-દુનિયાના આવા જ મહત્વના અને પ્રેરક સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ