India Pakistan War : ગોળીનો જવાબ ગોળાથી, પીએમ મોદીનો પાકિસ્તાનને સખત સંદેશ
PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે પાકિસ્તાન સાથેના તણાવ અંગે વાતચીત કરી...

પાકિસ્તાનની ભૂલ ભારે પડશે...

પાકિસ્તાનની ભૂલ ભારે પડશે...
PM નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે તણાવ ઓછો કરવાના કરાર અંગે ચર્ચા દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો તો ભારત સખત જવાબી કાર્યવાહી કરશે. આ માહિતી સરકારી સૂત્રો દ્વારા રવિવારે આપવામાં આવી હતી.
વેન્સની PM મોદી સાથે વાતચીત બાદ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સાથે પણ વાત થઈ હતી અને ત્યારબાદ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જયશંકરને કહ્યું હતું કે તેમની કોલનો હેતુ કોઈ 'વૈકલ્પિક પીછેહઠ' (off-ramp) પર ચર્ચા કરવાનો નહોતો.
'પાકિસ્તાને હુમલો કર્યો તો મજબૂતીથી જવાબ આપીશું...'
વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર, જેડી વેન્સે ફોન કરીને PM મોદી સાથે વાત કરી હતી. PM એ તેમને કહ્યું હતું કે, જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે વધુ મજબૂતીથી તેનો જવાબ આપીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે જો પાકિસ્તાન ગોળીબાર નહીં કરે તો તે પણ સંયમ જાળવશે.
ભારતે પોતાની શરતો પર કર્યો યુદ્ધવિરામ...
ભારતે પોતાની શરતો પર પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કર્યો છે અને સ્પષ્ટ કરી દીધું છે કે ઉશ્કેરણીજનક કોઈપણ કાર્યવાહીનો તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થવા પર ખુશી વ્યક્ત કરી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત અને પાકિસ્તાનના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ભારત પોતાની શરતો પર પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરવા રાજી થયું છે.
કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે તૈયાર પાકિસ્તાન...
બીજી તરફ, પાકિસ્તાને રવિવારે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. ઇસ્લામાબાદે તેને એક લાંબો વિવાદ ગણાવ્યો છે, જેની દક્ષિણ એશિયા અને તેનાથી આગળ શાંતિ અને સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. જો કે, ભારત કાશ્મીરના મુદ્દે કોઈપણ પ્રકારની મધ્યસ્થી સ્વીકાર ન કરવાના પોતાના જૂના વલણ પર અડગ છે. ભારતનું સ્પષ્ટ માનવું છે કે આ બે દેશો વચ્ચેનો મુદ્દો છે અને આ બાબતમાં કોઈ ત્રીજાની દખલગીરી મંજૂર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.