'ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'વસતીમાં ઘટાડો ચિંતાનો વિષય છે.

મોહન ભાગવત

મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે દેશની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'વસતીમાં ઘટાડો ચિંતાનો વિષય છે.
આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી 2.1થી નીચે જાય છે, તો પછી કોઈ સમસ્યા ન હોવા છતાં, તે સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને સમાજો લુપ્ત થઈ ગયા છે.'નાગપુરમાં કથલે કુલની બેઠકમાં વસ્તીને લઈને મોહન ભાગવતે જણાવ્યું હતું કે, 'વસ્તી 2.1થી નીચે ન હોવી જોઈએ, આપણા દેશની વસ્તી નીતિ 1998 અથવા 2002માં નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે એમ પણ કહે છે કે કોઈપણ સમાજની વસ્તી 2.1 થી નીચે ન હોવી જોઈએ. ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જોઈએ, આ સંખ્યા મહત્વપૂર્ણ છે કારણ કે સમાજે ટકી રહેવું જ જોઈએ.'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડા મોહન ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં વસ્તી કાયદો લાવવાની માંગ ઊઠી રહી છે. તાજેતરમાં જ ભારતે વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દીધું છે. જો કે મોહન ભાગવતના આ નિવેદને ફરી એકવાર દેશમાં ચર્ચા જગાવી છે. કેટલાક લોકો કહે છે કે ભારતમાં પહેલાથી જ વસ્તી વિસ્ફોટ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં વધુ બાળકો સારા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ