સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક? હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી?
હળદર હીલિંગ ગુણધર્મોથી ભરપૂર છે જેનું કર્ક્યુમિન એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને સુધારે

સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક? હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી?

સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક? હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી?
શરીરમાં કોઇ પણ જાતનો દુઃખાવો કે શરદી-ખાંસી થાય ત્યારે હળદરવાળું દૂધ પીવાનું કહેવામાં આવે છે. હળદર હીલિંગ ગુણધર્મોથી ભરપૂર છે જેનું કર્ક્યુમિન એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને સુધારે છે.આ સિવાય ઘણા લોકોને સવાલ થાય કે, શરીરના સ્વાસ્થ્ય માટે હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી બંનેમાંથી શું યોગ્ય છે? તો બંનેના ફાયદા જાણી લઇએ.
હળદરનું પાણી પીવાથી પિત્ત ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થાય છે. હળદરવાળું દૂધ પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત અપાવે છે.
હળદરમાં કર્ક્યુમિન હોય છે. જો તમારા શરીરમાં કોઈ પ્રકારનો સોજો છે તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. તેને દૂધમાં ભેળવીન પીવાથી સંધિવા અને સાંધાના દુખાવામાં આરામ મળે છે.આ સિવાય હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે શરીરના નાના-મોટા ચેપથી પણ રાહત આપે છે.
ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી સારી ઊંઘ આવે છે. સાથે જ મન પણ શાંત રહે છે. ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી ત્વચા અને વાળ સારા રહે છે.હળદરનું પાણી અથવા દૂધ પીવાથી શરીર ડિટોક્સ થાય છે. લીવરને સાફ કરવાની સાથે તે આખા શરીરને ડિટોક્સિફેશન કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.