પિસ્તા: અન્ય ડ્રાયફ્રૂટ્સ કરતાં વધુ ફાયદાકારક?
પિસ્તાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને પાચન સંબંધિત ફાયદાઓ થાય છે, અન્ય મેવાઓ કરતા વધુ શ્રેષ્ઠ છે
પિસ્તાના સ્વાસ્થ્યને લગતા ફાયદા
પિસ્તાના સ્વાસ્થ્યને લગતા ફાયદા
પિસ્તા એક એવું ડ્રાયફ્રૂટ છે જે સદીઓથી વિશ્વભરમાં, ખાસ કરીને મધ્ય પૂર્વ અને ભૂમધ્યસાગરના વિસ્તારોમાં, લોકપ્રિય રહ્યું છે. પિસ્તા તેના અસાધારણ સ્વાસ્થ્ય લાભોને કારણે પણ તે ખૂબ જ મહત્વ ધરાવે છે. અમેરિકાની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, પિસ્તા અન્ય મેવાઓની તુલનામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે.
હૃદય રોગનું ઘટશે જોખમ

તેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલિઅનસેચ્યુરેટેડ ફેટ્સ જેવા સ્વસ્થ ફેટ્સ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ (HDL)ને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, પિસ્તા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ સહાયક છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
પિસ્તાના અનેક સ્વાસ્થ્ય લાભો

પિસ્તા વિટામિન-B6, વિટામિન-E અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી)ને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આયુર્વેદમાં તેને 'વાત-શામક' માનવામાં આવ્યું છે, જે વાયુ સંબંધિત સમસ્યાઓ જેવી કે ચિંતા, અનિદ્રા અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ માટે ફાયદાકારક છે. પિસ્તા હૃદય માટે પણ ઉત્તમ છે, તે યૌન શક્તિ અને ઊંઘમાં સુધારો કરે છે, અને ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.
પાચનતંત્રમાં થાય છે સુધારો

તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતથી બચાવે છે. આ ઉપરાંત, તે આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયાના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. પિસ્તામાં લ્યુટિન અને ઝીક્ઝેન્થિન જેવા એન્ટીઑક્સિડેન્ટ્સ આંખો માટે ખૂબ જ લાભદાયી છે, જે આંખના રોગોથી બચાવવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ અને ત્વચાના ફાયદા

પિસ્તામાં જોવા મળતા એન્ટીઓક્સિડેન્ટ્સ કોષોને નુકસાન થતા અટકાવે છે. જો તમે નિયમિત રીતે તેનું સેવન કરો છો, તો ત્વચા સ્વસ્થ રહે છે. પિસ્તા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એક ઉત્તમ વિકલ્પ છે. અનેક સંશોધનોમાં આ વાત સામે આવી છે કે, પિસ્તા બ્લડ સુગર લેવલને ઘટાડવામાં અને શરીરમાં સોજાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.
જોકે, તેની તાસીર ગરમ હોવાથી ઉનાળામાં તેનું મર્યાદિત માત્રામાં અથવા તો પાણીમાં પલાળીને સેવન કરવું જોઈએ. આ તમામ ગુણોને કારણે પિસ્તા અન્ય ડ્રાયફ્રૂટ્સ કરતાં વધુ ફાયદાકારક અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.