ઉપવાસ એટલે ફરાળી ફૂડની ફેશન? તે ખાવું કેટલું યોગય
ઉપવાસમાં ફરાળી ફૂડ તંત્રને આરામ આપવાને બદલે નુકસાન કરે છે
ઉપવાસમાં આ વસ્તુઓ ખાતાં પહેલા ચેતી જજો
ઉપવાસમાં આ વસ્તુઓ ખાતાં પહેલા ચેતી જજો
ફરાળી ફૂડ વધારે ફેટ અને કાર્બ ધરાવે છે, જેનાથી વજનમાં વધારો થઈ શકે છે. તળેલા ખોરાકથી હાજમણાંમાં ગડબડ થાય છે અને પેટ ભારે-ભારે રહે છે. સાબુદાણા, બટાકા અને મીઠાવાળા ખોરાક બ્લડ શુગરને તાત્કાલિક વધારતાં હોય છે, જે ડાયાબિટીસવાળાઓ માટે જોખમકારક છે. મસાલેદાર અને તળેલા ખોરાકથી ઉપવાસ દરમિયાન એસીડીટી અને ગેસ થઈ શકે છે. 20વધારે મીઠું અને તળેલું લેવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.
ઉપવાસમાં શું ખાવું જોઈએ?
ઉપવાસનો હેતુ શુદ્ધતા અને પાચનતંત્રને આરામ આપવાનો છે. તેથી ખાવું એટલું જ ખાવું કે જેથી શરીરને પોષણ મળે, હળવાશ રહે અને શક્તિ ટકી રહે. આ માટે ડાયેટિશિયન અને આયુર્વેદ તજજ્ઞોના જણાવ્યા મુજબ નીચેના ખોરાક ઉપયોગી છે. પપૈયા, કેળા, જામફળ, દ્રાક્ષ, નાસપતી, સીતાફળ વગેરે ફળો ખાવા જોઈએ. દૂધ અને દહીં એ પ્રોટીન માટેનો સારો સ્ત્રોત છે.
ઘી કે ઓલિવ ઓઈલમાં હળવાં તળેલા મખાના એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. સાબુદાણા મર્યાદિત માત્રામાં અને ઘી કે તેલના ઉપયોગ વગર ખાવા જોઈએ. શેકેલા શીંગદાણા પણ ખાઈ શકાય. હાઇડ્રેશન માટે ઉત્તમ નારિયેળનું પાણી અને લીંબુ પાણી અતિ ઉત્તમ રહેશે.
આરોગ્યદાયક ફરાળી વાનગીઓમાં મખાના પુલાવ, મૌરેયાની ખીચડી, શીંગદાણા અને કોથમીર ચટણી, ફ્રૂટ સલાડ, કેળાંના પાનના પરોઠા, ફળોથી બનેલી સ્મૂધી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકરાક માનવામાં આવે છે.
ફરાળી વાનગીઓનો આ લહેજો જો ઠીક રીતે નિયંત્રિત ન થાય તો ઉપવાસના સ્વાસ્થ્યલક્ષી હેતુ મળતા નથી. આજકાલ લોકો ઉપવાસને માત્ર રિવાજ તરીકે નહીં પણ ‘ફૂડ ફેસ્ટિવલ’ તરીકે માણી રહ્યા છે. જેની આરોગ્ય પર ઘાતક અસરો પડી શકે છે. જો આપણે ઉપવાસમાં ખરેખર શુદ્ધતા અને સારૂં સ્વાસ્ય ઈચ્છતા હોઈએ તો ફરાળી નહીં પરંતુ સંતુલિત અને પોષણયુક્ત ઉપવાસ ડાયેટ અપનાવવી જોઈએ.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.