શિયાળામાં આંખો સુકાવા લાગે તો નજર અંદાજ કરવાને બદલે તબીબની સલાહ લેવી
બંધ આંખે ગરમ પાણીનો વાપ પણ લઈ શકાય

આંખની શુષ્કતા

આંખની શુષ્કતા
શિયાળાની ઋતુમાં સૂકી હવા અને ઠંડા પવનને કારણે કેટલાક રોગની સાથે શિયાળા દરમિયાન આંખોમાં ડ્રાયનેસ અર્થાત આંખો સુકાઈ જવાની સમસ્યા વધી જાય છે.
આંખમાં નિરંતર રહેતું પાણી જ્યારે સુકાવા લાગે ત્યારે આવું થાય છે. શરૂઆતમાં અસરગ્રસ્તોને આ બાબતનો અંદાજ આવતો નથી અને નજરઅંદાજ કરે છે અને આંખમાં વધુ શુષ્કતા આવે ત્યારે જ તબીબ પાસે આવે છે. આ હોસ્પિટલમાં શર્મર ટેસ્ટ નિદાન કરી સારવાર કરવામાં આવે છે.
આંખમાંથી સતત પાણી આવવું, બળતરા થવી, તડકામાં આંખને તકલીફ થવી, આંખમાં દુખાવો થવો, આંખ લાલ થવી વિગેરે સમસ્યા અનુભવાય છે. કારણ કે,આંખમાં પર્યાપ્ત માત્રામાં આંસું ઉત્પન થતાં નથી. જો દર્દીને આવા ગંભીર કે મધ્યમ લક્ષણો હોય તો કૃત્રિમ આંસુ ઉત્પન્ન કરી સારવાર કરવામાં આવે છે.
આંખમાં સીધા આવતા સૂર્ય કિરણોથી બચાવવા સનગ્લાસ પહેરવા જોઈએ. તેમાં પણ વાહન ચલાવતી વખતે તો આવા ગ્લાસ અચૂક લગાવવા જ જોઈએ. આટલું કરાય તો પણ આંખોનું સુખાપન 50 ટકા નિવારી શકાય.આ ઉપરાંત આંખમાં પાણીનો ધારદાર છંટકાવ કરવાને બદલે હળવેકથી અને બંધ આંખે ધીમેથી પાણી છાંટવું. બંધ આંખે ગરમ પાણીનો વાપ પણ લઈ શકાય. ખાસ કરીને ટીવી, મોબાઈલ વિગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો.અને એસીનો સીધો ફ્લો આંખ ઉપર ના આવે તેની ખાસ સંભાળ રાખવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.