શું ખાલી પેટે ગરમ ચા કે કોફી પીવાથી કેન્સર થાય છે?
સવારે ખાલી પેટે ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધે છે
ખાલી પેટે ગરમ ચા કે કોફી
ખાલી પેટે ગરમ ચા કે કોફી
આપણામાંથી અનેક લોકો પોતાના દિવસની શરૂઆત એક ગરમ કપ ચા કે કોફીથી કરે છે. આ એક એવી આદત છે જે દિવસભરનો થાક દૂર કરવાનો એક અવિભાજ્ય ભાગ બની ગઈ છે. પરંતુ, એક નવા વૈજ્ઞાનિક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ આદત અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સવારે ખાલી પેટે નિયમિતપણે અત્યંત ગરમ પીણાંનું સેવન કરવાથી અન્નનળીના કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. યુકે બાયોબેંક અને અમેરિકાના નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સમર્થિત આ સંશોધનમાં લગભગ 5 લાખ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે લોકો દરરોજ 8થી 10 કપ અત્યંત ગરમ પીણાં, જેમ કે ઉકળતી ચા કે કોફી પીવે છે, તેમને એસોફેજિયલ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા નામના કેન્સરનું જોખમ વધી જાય છે.

સંશોધનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જેટલા વધુ ગરમ પીણાંનું સેવન કરવામાં આવે, તેટલું જોખમ વધારે હોય છે. આ ગરમ પીણાંના કારણે ફૂડ પાઈપની અંદરની નાજુક કોશિકાઓ વારંવાર ગરમીના સંપર્કમાં આવવાથી ધીમે-ધીમે ક્ષતિગ્રસ્ત થાય છે. લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રહેતા, કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે અને કેન્સરનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

અન્નનળીનું કેન્સર ગળા અને પેટને જોડતી નળીમાં થાય છે, જેના દ્વારા ખોરાક અને પીણાં પેટ સુધી પહોંચે છે. આ નળી ખૂબ જ નાજુક હોય છે અને ગરમ વસ્તુઓ તેને સીધું નુકસાન પહોંચાડે છે. આ કેન્સરની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેના લક્ષણો શરૂઆતમાં સ્પષ્ટ થતા નથી.

ઘણીવાર લોકો તેને છાતીમાં બળતરા, એસિડિટી અથવા માત્ર ખાંસી સમજીને અવગણના કરે છે. જ્યારે સાચી ઓળખ થાય છે, ત્યારે રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હોય છે. આ કેન્સરના મુખ્ય લક્ષણોમાં ભોજન ગળવામાં મુશ્કેલી, છાતીમાં દુખાવો અથવા દબાણ, વારંવાર ખાંસી અને અવાજમાં ફેરફારનો સમાવેશ થાય છે.

આ ગંભીર રોગથી બચવા માટે સૌથી સરળ ઉપાય ચા કે કોફીને થોડી ઠંડી કરીને પીવાનો છે. આ ઉપરાંત, તમાકુ, સિગારેટ અને દારૂ જેવી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ, કારણ કે તેથી અન્નનળીના કેન્સરનું જોખમ વધુ વધારી શકે છે. જો તમને વારંવાર એસિડિટીની ફરિયાદ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સ્થૂળતા પણ એક મોટું કારણ હોઈ શકે છે, તેથી સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામને તમારા દૈનિક જીવનનો ભાગ બનાવો. આ સંશોધને ગરમ પીણાંના શોખીનો માટે એક ચેતવણી સમાન છે અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.