અઢી વર્ષના બાળક પર ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી બાદ બાળક મોંઢેથી ખોરાક લઈ શકશે
અઢી વર્ષના બાળક પર સર્જરી
અઢી વર્ષના બાળક પર સર્જરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશભરમાં તેની જટિલ સર્જરીઓ અને દર્દીઓને નવજીવન આપવા માટે જાણીતી છે. માત્ર ગુજરાત જ નહિ, પરંતુ આસપાસના રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીં આશા સાથે સારવાર માટે આવે છે. તાજેતરમાં, સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે માત્ર અઢી વર્ષના કાર્તિક પર ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરી. આ સફળતા બાદ, બાળક હવે સામાન્ય બાળકોની જેમ મોંઢેથી ખોરાક લઈ શકે છે.
કાર્તિકને બહારથી ભોજન આપવું પડતું
ઉત્તર પ્રદેશના વતની કાર્તિક ઈસોફેજિયલ એટ્રિસિયા નામની જન્મજાત ખામીથી પીડાતો હતો. આ ખામીમાં, બાળકનો જન્મ અન્નનળી વગર થાય છે. જન્મથી જ, કાર્તિકને બહારથી ટ્યુબ દ્વારા ભોજન આપવું પડતું હતું અને ગળામાં એક કાણું પાડીને લાળ બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દુર્લભ જન્મજાત ખામી દર 4,000 બાળકોમાંથી એકમાં જોવા મળે છે અને તેનો એકમાત્ર ઉપચાર સર્જરી જ છે.
હોજરી ખેંચીને નવી અન્નનળી બનાવી
આ સર્જરી વિશે માહિતી આપતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું કે, ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી અત્યંત જટિલ હોય છે, જેમાં હોજરીને ખેંચીને નવી અન્નનળી બનાવવામાં આવે છે. આ સર્જરી બાદ બાળક મોંઢેથી ખોરાક લઈ શકે છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં આવી સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં સર્જરી શક્ય
કાર્તિકના પિતા લાલમત પ્રજાપતિ, જે વ્યવસાયે સુથારી કામ કરે છે, તેમણે જણાવ્યું કે, જન્મ પછી ઉત્તર પ્રદેશમાં જ તેમણે ખાનગી હોસ્પિટલમાં 2થી 3 લાખ રૂપિયાનો ખર્ચ કરીને કાર્તિકના ગળામાં ટ્યુબ મૂકાવી હતી. કાર્તિકને મોંઢેથી ખવડાવવા માટે જરૂરી ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 6થી 8 લાખ થતો હતો, જે તેમના પરિવાર માટે પરવડી શકે તેમ ન હતો. જ્યારે તેમને ખબર પડી કે, સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી શક્ય છે, ત્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં આસારામની તબીબી તપાસ શરૂ
બાળકની સ્થિતિ સામાન્ય થતાં હોસ્પિટલમાંથી રજા આપી
25મી ઓગસ્ટ, 2025ના રોજ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ, જેમાં ડૉ. જયશ્રી રામજી, ડૉ. શકુંતલા, અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. ભરત મહેશ્વરીનો સમાવેશ થાય છે, તેમણે અઢી વર્ષના કાર્તિક પર આ સર્જરી સફળતાપૂર્વક કરી. સર્જરી પછી, કાર્તિકની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો અને તેણે પહેલીવાર મોંઢાથી ખાવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય જોઈને તેના માતા-પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. બાળકની સ્થિતિ સામાન્ય થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Enhertu દવાને HER2-low સ્તન કેન્સર માટે મંજૂરી મળતાં સારવારમાં નવી આશા જાગી છે. જાણો દવાની અસર, ઉપયોગ, ક્લિનિકલ ટ્રાયલ અને આડઅસર.

ઇઝરાયેલી મહિલાના લોહીમાં મળેલા દુર્લભ એન્ટિબોડીના અભ્યાસથી JAMA નામની 49મી માનવ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ થઈ.

નવી Nature Studyમાં ઊંઘ અને Biological Aging વચ્ચે U-shaped સંબંધ સામે આવ્યો છે. જાણો કેટલી ઊંઘ લેવી જોઈએ અને ઓછી કે વધુ ઊંઘ શરીર પર કેવી અસર કરી શકે છે.