ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ
અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ, ખાનગી હોસ્પિ.માં સારવાર હેઠળ

ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ

ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ
ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા.
ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઇરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઇરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે HMPV વાઇરસને લઈ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે,આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે,HMPV અન્ય શ્વસન જેવો વાઇરસ છે અને હાલમાં ગુજરાતમાં તેનો એક કેસ નોંધાયો છે, બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે. સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાઇરસમાં જોવા મળે છે સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ-નાક-કાનનો સ્પર્શ ન કરવો જોઈએ, તેમજ શરદી-ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ના જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.