સવારે 1 કપ કોફી પીવાથૂી દૂર થાય છે હાર્ટની અનેક બિમારીઓ
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ 1 કપ કોફી પીવાથી હૃદયની બીમારીઓ દૂર રહે છે. જી હા... જો આપણે સવારે કોફી પીશું તો હૃદય અને કાર્ડિયાકની સમસ ...

કોફી પીવાના છે અનેક ફાયદા

કોફી પીવાના છે અનેક ફાયદા
વિશ્વભરના લોકોને સવારે ઉઠતાંની સાથે કાં તો ચાની આદત હોય છે કાં તો કોફીની. પરંતુ શું આપને ખ્યાલ છે કે એક રિસર્ચ પ્રમાણે કોફી હ્રદય રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ 1 કપ કોફી પીવાથી હૃદયની બીમારીઓ દૂર રહે છે. જી હા... જો આપણે સવારે કોફી પીશું તો હૃદય અને કાર્ડિયાકની સમસ્યા દૂર રહ છે. પરંતુ રિસર્ચ એ પણ દર્શાવે છે કે દિવસના અન્ય સમયે કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે.
રિસર્ચમાં શું સામે આવ્યું?
આ સંશોધન અમેરિકામાં 40,725 પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યું હતું,જેમાં જાણવા મળ્યું કે જે લોકો સવારે કોફી પીતા હતા તેમને હૃદય રોગનું જોખમ ઓછું હતું. તે જ સમયે, જે લોકો દિવસના અન્ય સમયે કોફી પીવે છે અથવા વધુ પીવે છે તેમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ સંશોધન યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયું છે.
સવારે કોફી પીવાના અન્ય ફાયદા
કોફી પીવાથી એનર્જી બુસ્ટ થાય છે.
ફોકસમાં વધારો થાય છે.
આંતરડા સાફ થાય છે જેનાથી કબજિયાતમાં પણ રાહત મળે છે.
શરીરને એન્ટીઓક્સિડેન્ટ મળે છે.
તણાવ ઘટાડવામાં મદદરૂપ.
ડોક્ટરોનું શું કહેવું છે?
ડોક્ટરો જણાવ્યું કે, કોફી પીવાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે, પરંતુ આ ડ્રિકનું યોગ્ય સમયે સેવન કરવાથી જ ફાયદા થાય છે. જેઓ સવારે કોફી પીવે છે તેઓને સવારના નાસ્તામાં તેને સામાન્ય સવારની દિનચર્યા તરીકે લેવાની સલાહ આપવામાં આવે છે. તે સમયે કોફી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે, અસમયે કોફી પીવાથી હાઈ બીપીથી લઈને હૃદય રોગ સુધીની સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. કોફીને વર્કઆઉટ પહેલાના ડ્રિંક તરીકે પણ પી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.