તમને પણ આ રીતે લેપટોપ વાપરવાની ટેવ? આજે જ સુધારો..
જો તમે પણ લેપટોપ વાપરતા સમયે આ રીતે બેસો છો તો આજ જ સુધારો નહીતો થશે મોટુ નુકશાન
જો તમે પણ આ રીતે લેપટોપ વાપરતા હોય તો ચેતજો
જો તમે પણ આ રીતે લેપટોપ વાપરતા હોય તો ચેતજો
આધુનિક યુગમાં મોબાઇલ ફોન અને લેપટોપ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટેકનોલોજીનો બેફામ ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક હોઈ શકે છે? કોલકત્તા યુનિવર્સિટી (CU) અને ઈન્સ્ટિટ્યુટ ઓફ રિપ્રોડક્ટિવ મેડિસિન (IRM) દ્વારા થયેલા સંયુક્ત સંશોધનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમય સુધી પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન રાખવાથી અને ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે અને નપુંસકતાનું જોખમ વધી શકે છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉચ્ચ-તીવ્રતાવાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રો ઉત્પન્ન કરે છે. આ ક્ષેત્રોના સંપર્કમાં આવવાથી અને તેનાથી ઉત્પન્ન થતી ગરમીથી અંડકોષના નાજુક પેશીઓને ગંભીર નુકસાન પહોંચે છે. પરિણામે, શુક્રાણુ ઉત્પન્ન કરતા કોષોને પણ નુકસાન થાય છે. આ અસર ખાસ કરીને 20 થી 40 વર્ષના યુવાનો માટે વધુ ચિંતાજનક છે, કારણ કે તેઓ આ ઉપકરણોનો સૌથી વધુ ઉપયોગ કરે છે.
કોણે કર્યું આ રિસર્ચ?પ્રોફેસર સુજય ઘોષના નેતૃત્વ હેઠળ 2019માં શરૂ થયેલા આ રિસર્ચમાં કલકત્તા યુનિવર્સિટી અને IRMના નિષ્ણાતોની ટીમે સહયોગ કર્યો હતો. ટીમે પુરુષ વંધ્યત્વની સારવાર માટે IRMની મુલાકાત લેતા દર્દીઓના સેમ્પલનું વિશ્લેષણ કર્યું અને તેમની જીવનશૈલી, આહાર અને અન્ય ટેવોનો પણ અભ્યાસ કર્યો.
પ્રોફેસર ઘોષે સલાહ આપી છે કે, આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. ટેકનોલોજીને સંપૂર્ણપણે છોડી દેવી શક્ય નથી, પરંતુ તેના ઉપયોગમાં થોડી સાવચેતી રાખવાથી આપણે આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ. તો, હવેથી લેપટોપને ખોળામાં રાખવાને બદલે ટેબલ પર રાખીને કામ કરો અને મોબાઈલ ફોનને ખિસ્સામાં રાખવાની આદતને ટાળો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો!

DCGIએ QDENGA રસીને આપી મંજૂરી,4થી 60 વર્ષના લોકો માટે નવી આશા

ડાયાબિટીસ,BP અને હાર્ટના દર્દીઓને મળશે સસ્તી દવાઓ,સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા

સ્વિગીને FSSAIએ ફટકારી 9 નોટિસ, ગ્રાહકોને સડેલા ઇંડા,બગડેલું દૂધ અને એક્સપાયર્ડ ફૂડ આપ્યું