કોરોનાના કેસની સંખ્યા બાબતે આરોગ્ય વિભાગ અને AMC તંત્રમાં વિરોધાભાસ
આરોગ્ય વિભાગના અધિક નિયામક અને AMCના ચીફ મેડિકલ ઓફિસરના આંકડામાં વિસંગતતા

કોરોનાની બીજી અને ત્રીજી લહેરની માફક દર્દીઓના આંકડા છુપાવવામાં આવતા હોવાની ચર્ચા

કોરોનાની બીજી અને ત્રીજી લહેરની માફક દર્દીઓના આંકડા છુપાવવામાં આવતા હોવાની ચર્ચા
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે રાજ્યના આરોગ્ય વિભાગનું જિલ્લા અને મહાનગરપાલિકા તંત્ર સાથે સંકલન ન હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાના તંત્રના આંકડામાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના અધિક નિયામકે રાજ્યમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 24 કેસ નોંધાયા હોવાનું અને 15 કેસ એક્ટિવ હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ મેડિકલ ઓફિસરે મે મહિનામાં 38 કેસ નોંધાયા હોવાનું જણાવતાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરની માફક દર્દીઓના આંકડા છુપાવવામાં આવતા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં જાન્યુઆરી-2025થી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 24 કેસ નોંધાયા છે. જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલમાં 1-1 તેમજ મે મહિનામાં 21 કેસ નોંધાયા છે. તેમાંથી 15 કેસ એક્ટિવ છે. એક્ટિવ કેસ 15 પૈકી અમદાવાદ શહેરમાં 13, અમદાવાદ ગ્રામ્યમાં 1 અને રાજકોટમાં 1 દર્દીનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યુ કે, આરોગ્ય વિભાગે આઈસોલેશન વોર્ડ બનાવીને ટેસ્ટ શરૂ કર્યા છે. તમામ દર્દીઓને ઘરે આઈસોલેટ કરાયા છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયુ નથી. વિદેશ પ્રવાસ કર્યો હોય તેવા લોકોને ટેસ્ટ કરાવી લેવા તેમજ તાવ આવતો હોય તો જાતે આઈસોલેટ થઈ જવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગે હજુ સુધી કોરોનાની નવી ગાઇડલાઈન જાહેર કરી નથી. કેસ વધશે તો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે તૈયાર છે. કોરોનાનો નવો વેરિએન્ટ જૂના વાયરસ ઓમિક્રોનનો ભાગ છે.
અમદાવાદ શહેરમાં મે મહિનામાં કુલ 38 કેસ નોંધાયા છે. AMCના ચીફ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે મે મહિનામાં કુલ 38 કેસ નોંધાયા છે. શહેરમાં 31 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. 84 વર્ષિય પુરુષ દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલ અને AMCના ચીફ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીના આંકડામાં ભારે વિસંગતતા જોવા મળી છે. રાજ્યના કુલ આંકડા કરતાં અમદાવાદ શહેરના આંકડા બમણા જાહેર કરાયા હોવાથી કોરોનાની બીજી અને ત્રીજી લહેરની માફક કોરોનાના દર્દીઓની સંખ્યા છુપાવવામાં આવતી હોવાની ચર્ચા થઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.