વડોદરામાં ઢોરના કારણે અકસ્માત- યુવકનું મોત!
ઢોરના કારણે અકસ્માતમાં બાઇકચાલક સંદીપ નેગીનું કરુણ મોત, બુલેટચાલક ગંભીર રીતે ઘાયલ

ઢોરના કારણે અકસ્માતમાં યુવકનું મોત

ઢોરના કારણે અકસ્માતમાં યુવકનું મોત
વડોદરા શહેરની બેફામ રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની ચૂકી છે. શહેરમાં એક જ રાત્રિ દરમિયાન રખડતા ઢોરના કારણે બે અલગ-અલગ ગંભીર અકસ્માત સર્જાતા હાહાકાર મચી ગયો છે, જેમાં એક બાઇકચાલક યુવકનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માતોના ભયાવહ CCTV ફૂટેજ સામે આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા (VMC)ની ઢોર પકડવાની નીતિ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ઢોર આડે આવતા અકસ્માત
પ્રથમ અને સૌથી ગંભીર અકસ્માત શહેરના મહેસાણા નગર પાસે થયો હતો. મોડી રાત્રે બાઇક લઈને જઈ રહેલા સંદીપ નેગી નામના યુવકને અચાનક રખડતું ઢોર આડે આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ઢોર અચાનક રોડ પર આવતા યુવક બેકાબૂ થઈને ધડાકાભેર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં સંદીપ નેગીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
બીજો અકસ્માત શહેરના સોમાતળાવ વિસ્તારમાં નોંધાયો હતો. અહીં પણ રખડતું ઢોર રસ્તા પર આવી જતાં માંજલપુરના ભાવિન પટેલ નામના બુલેટચાલક યુવકને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટચાલક યુવક રોડ પર લાંબા અંતર સુધી ઢસડાયો હતો. આ ઘટનામાં ભાવિન પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
લોકોનો આક્રોશ
એક જ રાતમાં બનેલા આ બે જીવલેણ બનાવોએ વડોદરા મહાનગરપાલિકાના તંત્રની નિષ્ફળતા છતી કરી છે. શહેરીજનોનો આક્ષેપ છે કે પશુ માલિકો રાત્રિના સમયે પોતાના પશુઓને રખડતા મૂકી દે છે, જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે. લોકો વારંવાર રજૂઆતો કરવા છતાં VMC આ સમસ્યા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે. શહેરીજનો માંગ કરી રહ્યા છે કે VMC તંત્ર યુદ્ધના ધોરણે રખડતા ઢોરને પકડીને આ જીવલેણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?