યુવાનો આનંદોઃ 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી મંજૂર
SAT મેરીટના આધારે પસંદગી કરાશે, લાંબા સમયથી ખાલી પડી છે વ્યાયામ શિક્ષકોની જગ્યા

AI જનરેટેડ

AI જનરેટેડ
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં કુલ 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. આ ભરતીથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. તેના કારણે રાજ્યમાં શારીરિક શિક્ષણ તેમજ રમતગમત પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે.
શિક્ષણ વિભાગના પ્રસ્તાવ મુજબ ઉમેદવારોની પસંદગી SAT (School Aptitude Test) પરીક્ષાના મેરીટના આધારે કરવામાં આવશે. આ ભરતી સીધી ભરતી પદ્ધતિથી હાથ ધરવામાં આવશે.
ભરતીની વિગતો
• કુલ જગ્યાઓ: 1,141
• પદનું નામ: વ્યાયામ શિક્ષક (ધોરણ 6 થી 8)
• ભરતી પ્રકાર: સીધી ભરતી
• પસંદગી પ્રક્રિયા: SAT પરીક્ષાનું મેરીટ
સામાન્ય રીતે ભરતી માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ ભરતી માટે વિશેષ 3 વર્ષની છૂટ આપી છે.
• સામાન્ય વર્ગ: 38 વર્ષ સુધી
• SC/ST/OBC/EWS વર્ગ: 43 વર્ષ સુધી
• મહિલા ઉમેદવારોને વધારાની રાહત
• અનામત મહિલા ઉમેદવાર: 48 વર્ષ સુધી
જરૂરી લાયકાત
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે. તેની સાથે C.P.Ed, B.P.Ed અથવા D.P.Ed જેવી શારીરિક શિક્ષણ સંબંધિત વ્યાવસાયિક લાયકાત ફરજિયાત રહેશે. ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી SAT (Physical Education) પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી રહેશે.
પગાર અને સેવા શરતો
પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી સરકારની ફિક્સ પગાર નીતિ મુજબ વેતન આપવામાં આવશે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણનો લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો યુવાનોને સરકારી નોકરી મેળવવાની તક મળશે. આ ઉપરાંત શાળાઓમાં રમતગમત અને શારીરિક શિક્ષણને વધુ મજબૂતી મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?