વલસાડમાં બ્રિજ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા
નિર્માણાધીન બ્રિજનું માળખું તૂટતાં શ્રમિકો કાટમાળ નીચે દટાયા, બચાવ કામગીરી તેજ કરાઈ..

વલસાડમાં બ્રિજ ધરાશાયી

વલસાડમાં બ્રિજ ધરાશાયી
વલસાડ શહેરના કૈલાશ રોડ પર નિર્માણાધીન બ્રિજનું માળખું અચાનક ધરાશાઈ થઇ ગયું. શુક્રવારે સવારે નિર્માણાધીન બ્રિજનું માળખું અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના બે પિલર વચ્ચે ઉભું કરવામાં આવેલું સ્કેફોલ્ડિંગ તૂટી પડતાં પાંચ શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા.
ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ, સવારે નિયમિત રીતે કામ ચાલી રહ્યું હતું ત્યારે આ માળખું અચાનક ધરાશાયી થયું, જેના કારણે કામદારોને કોઈ બચાવનો મોકો મળ્યો નહોતો. અકસ્માત બાદ ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક રીતે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી. શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને સૌને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા.
બચાવ કામગીરી દરમિયાન ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઘટનાસ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી.
પ્રાથમિક માહિતી દર્શાવે છે કે બ્રિજના નિર્માણ માટે ઉભું કરાયેલું સ્ટ્રક્ચર તૂટવાનું મુખ્ય કારણ તકનિકી ખામી અથવા કમજોર માળખું હોઈ શકે છે.
જો કે, અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. આ અકસ્માત બાદ બ્રિજના કાર્યની ગુણવત્તા અને દેખરેખની પ્રકિયા અંગે ફરી એકવાર સવાલો ઉઠવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઔરંગા નદી નજીકનો જૂનો પુલ જર્જરિત થઈ જતાં વરસાદી ઋતુમાં લોકો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ સમસ્યા ઉકેલવા રાજ્ય સરકારે નવા બ્રિજનું નિર્માણ મંજુર કર્યું હતું અને તેનું કોન્ટ્રાક્ટ રોયલ ઇન્ફ્રા નામની એજન્સીને આપવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો મુજબ, નિર્માણ કામગીરીમાં ગુણવત્તા કરતાં ઝડપને વધુ પ્રાથમિકતા આપાતી જોવા મળી રહી હતી. આ ઘટના બાદ જવાબદાર એજન્સી પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. નિર્માણ કાર્યમાં થયેલી બેદરકારી, ગેરવહીવટ કે સુરક્ષાજોગ સુવિધાઓમાં ખામી હતી કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. અકસ્માતની ગંભીરતા જોઈને અધિકારીઓએ બ્રિજ સ્થળે તમામ કાર્ય રોકી દીધું છે અને ચકાસણી બાદ જ આગળના કામનો નિર્ણય લેવાશે.
આ દુર્ઘટનાએ વલસાડમાં ફરી એકવાર બાંધકામની સુરક્ષા અને સરકારી પ્રોજેક્ટોની મોનિટરિંગ વ્યવસ્થાની ખામી પર ચર્ચા જગાવી છે. લોકો અને સ્થાનિક સંગઠનોએ માંગ કરી છે કે કામની ગુણવત્તા અને સલામતીનું મૂલ્યાંકન થયા વગર કોઈ પણ પ્રોજેક્ટને ગતિ ન અપાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?