ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ચીમકી બાદ પાલેજ-ઈખર-સરભાણ રોડની કામગીરી શરૂ
ત્રણ મહિના અગાઉ ટેન્ડર મંજૂર થઈ ગયુ હોવા છતાં કામગીરી શરૂ નહી થતાં આપી હતી ચીમકી

બિસ્માર રોડ અંગે બે વર્ષ અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરાતાં ₹16.50 કરોડ મંજૂર કરાયા હતા

બિસ્માર રોડ અંગે બે વર્ષ અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરાતાં ₹16.50 કરોડ મંજૂર કરાયા હતા
ભરૂચ જિલ્લામાં પાલેજ-ઈખર-સરભાણ રોડ બિસ્માર હોવાથી સ્વાગત ઓન લાઈન અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાયા બાદ રૂપિયા 16.50 કરોડ મંજૂર કરાયા હતા. રોડનું ટેન્ડર મંજૂર કરાયાને ત્રણ મહિના વીતી જવા છતાં કામગીરી શરૂ નહી કરાતાં પ્રદેશ કોંગ્રેસ લઘુમતી સેલ સોશિયલ મીડિયાના પૂર્વ ચેરમેન જુનેદ પટેલે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી હતી. તેના પગલે ભરૂચ માર્ગ અને મકાન વિભાગે રોડની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી.
ભરૂચ જિલ્લાનો પાલેજ-સરભાણ રોડ બિસ્માર થઈ ગયો હોવાથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેથી નવો રોડ બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ લઘુમતી સેલ સોશિયલ મીડિયાના પૂર્વ ચેરમેન જુનેદ પટેલે કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. વર્ષ 2017 માં બનાવાયેલા રોડમાં ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી તાત્કાલિક રોડ મંજૂર કરવા બે વર્ષ અગાઉ રજૂઆત કરી હતી.
આ રજૂઆતના પગલે ત્રણ મહિના અગાઉ રૂપિયા 16.50 કરોડ મંજૂર કરાયા હતા. સ્થાનિક તંત્રએ રોડની કામગીરી શરૂ નહી કરતાં જુનેદ પટેલે ફરીથી કલેક્ટરને સ્મૃતિપત્રો પાઠવ્યા હતા. જુનેદ પટેલની રજૂઆત પ્રત્યે તંત્રએ આંખ આડા કાન કરતાં રોડની કામીગીરી શરૂ નહી કરાતાં છેવટે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસના નેતાએ આપેલી રસ્તા રોકો આંદોલનની ચીમકીના પગલે બે દિવસ પહેલાં રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આમ, સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને પડી રહેલી તકલીફો અંગે કોંગ્રેસે આપેલી ચીમકીના પગલે ભરૂચ જિલ્લાના તંત્રને જાગવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયાના પૂર્વ ચેરમેન જુનેદ પટેલે દ્વારા પાલેજ-ઈખર-સરભાણ રોડ બાબતે કલેકટર, માર્ગ અને મકાન વિભાગ, અધિક કલેક્ટર તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં 21-3-2023થી 03-05-2025 સુધી વિવિધ રજૂઆતો કરી હતી. જેના આધારે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત 08-01-2025ના રોજ રૂપિયા 16.50 કરોડ મંજૂર કરાયા હતા. ત્યારબાદ ત્રણ મહિના સુધી રોડની કામગીરી શરૂ ન થતાં 16-04-2025 થી 03-05-2025 સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?