ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલનું મોત
ફરજ પૂર્ણ કર્યા બાદ રૂમમાં આપઘાત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, કારણ જાણવા તપાસ શરૂ

પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલનું મોત

પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલનું મોત
ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાએ પોલીસ તંત્રમાં ચકચાર મચાવી છે. ગત રાત્રિના સમયે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા રહેણાંક રૂમમાં મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
મૃતકની ઓળખ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામની વતની 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમાર તરીકે થઈ છે. પ્રીતિ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં ફરજ બજાવતા હતા અને હાલ LIB શાખામાં નિયુક્ત હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હેડક્વાર્ટર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતાર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મૃતકના પરિવારજનો તેમજ સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ભરૂચ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાવી છે. તપાસ પૂર્ણ થયા બાદ આપઘાત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થવાની શક્યતા છે.
ગઈકાલે વડોદરાથી સમાચાર સામે આવ્યા હતા કે લોકઅપના ટોઇલેટમાં જઈને આરોપીએ પોતાના સ્વેટરની દોરી વડે જ ગળેફફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રશ્ન એ છે શું જાહેર જનતાને સુરક્ષા આપતા પોલીસના મથકો જ હવે અસુરક્ષિત બની ગયા છે ?
વડોદરાની સમગ્ર ઘટના જાણવા અહીં ક્લિક કરો..

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.