ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી: 22 ડિસે.પછી કાતિલ ઠંડી
રાજ્યના 21 શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે, અમદાવાદમાં 14.8°C; હાડ-થીજાવતી ઠંડીની આગાહી

ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી

ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી
ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુએ સત્તાવાર રીતે અને ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના કુલ 21 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર સવારથી જ ઠંડીની અસર જોવા મળી રહી છે.
નલિયામાં સૌથી વધુ ઠંડી
રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ કચ્છના નલિયા ખાતે થયો છે, જ્યાં લઘુત્તમ તાપમાન ગગડીને 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 14.8 ડિગ્રી, જ્યારે રાજધાની ગાંધીનગરમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. મધ્ય ગુજરાતમાં વડોદરા (12.4°C) અને ઉત્તર ગુજરાતમાં ડીસા (13.6°C) માં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય મુખ્ય શહેરોમાં પણ તાપમાન નીચું
કચ્છ: કંડલા (12.2°C), ભુજ (15.2°C)
સૌરાષ્ટ્ર: અમરેલી (11.4°C), રાજકોટ (14.0°C), કેશોદ (14.3°C)
દક્ષિણ ગુજરાત: સુરત (19.4°C)
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધશે, અને ત્યારબાદ 27 ડિસેમ્બર અને 11 જાન્યુઆરીના આસપાસ 'હાડ-થીજાવતી' ઠંડી પડવાની સંભાવના છે.
હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી સવારે અને સાંજે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?