સુરતમાં પત્ની-પુત્રના હત્યારાએ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો
પોલીસના ડરથી કાચ વડે ગળું કાપ્યું

હત્યારાએ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો

હત્યારાએ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો
સુરતના સરથાણામાં 27મી ડિસેમ્બરની વહેલી સવારે સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા સ્મિત જીયાણીએ માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા માર્યા હતા. જેમાં પત્ની અને પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવકે પોતાના ગળાના ભાગે ચાકુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ચાર દિવસથી સ્મિત જીયાણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પોલીસના ડરથી સ્મિતે ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.
સરથાણા વિસ્તારમાં રહેતા સ્મિત જીયાણીએ પોતાની માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા કર્યા હતા. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકના ઘાતકી હુમલામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું હતું, જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર યુવકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લખનીય છે કે, પારિવારિક મનદુ:ખના કારણે ઘરમાં માથાકૂટ અને કંકાસ ચાલતો હતો. જેને લઇને સ્મિતે તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.