કિર્તીદાન ગઢવીને હાઇકોર્ટે શા માટે નોટિસ ફટકારી?
ઇવેન્ટ ઓર્ગેનાઈઝરને ગેરકાયદે ગોંધી રાખી માર મારવા મુદ્દે CID ક્રાઈમના અધિકારીઓને પણ તેડું

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
લોકગાયક કિર્તીદાન ગઢવી અને CID ક્રાઇમ સાઈબર સેલના અધિકારીઓ કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. અમદાવાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને ગેરકાયદે ગોંધી રાખી ઢોર માર મારવાના આરોપ મુદ્દે થયેલી અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે કિર્તીદાન ગઢવી, CID ક્રાઇમ સાઈબર સેલના પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે. જ્યારે જે તે સમયના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા આદેશ કર્યો છે.
અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો છે કે, વર્ષ 2025માં નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. બાદમાં હિસાબ-કિતાબ અને નાણાકીય લેવડદેવડમાં વિવાદ થયો હતો. જયેશ પરમારનો આક્ષેપ છે કે, 20 ફેબ્રુઆરી 2025ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારની સિવિલ ડ્રેસમાં અટકાયત કરીને સવારના 10 થી મોડી રાતના 2 વાગ્યા સુધી ગોંધી રાખ્યો હતો.
અરજદારે આક્ષેપ કર્યો છે કે કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો. આ અંગેના પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરાયું છે. જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજદાર જયેશ પરમારે અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, આ સમગ્ર ઘટના પાછળ કિર્તીદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે. સિવિલ વિવાદ હોવા છતાં કાયદો હાથમાં લઈને પોલીસ સાથે સાંઠગાંઠ કરી તેમને હેરાન કરવામાં આવ્યા હતા. નવરાત્રિ દરમિયાન પોલીસ અધિકારીઓ માટે 8 હજારથી વધુ ટિકિટો મફત આપવામાં આવી હતી. જેના બદલામાં તેમજ રાજકીય વગના કારણે પોલીસે કિર્તીદાનના કહેવાથી કાર્યવાહી કરી હોવાની શક્યતા છે.
આ મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના PI બી.એમ. ચૌધરી અને PSI પરમારને ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. આ ઉપરાંત હાઈકોર્ટે 20 અને 21 ફેબ્રુઆરી 2025ના રોજ પોલીસ સ્ટેશનના તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા હુકમ કર્યો છે.
આ પ્રકરણમાં અરજદાર સામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પણ કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ખાતે નોંધાયેલી FIR મુજબ જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિ શાહ સામે ઓનલાઈન પ્લેટફોર્મનો દુરૂપયોગ કરી 65 હજાર જેટલી કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઈડ ટિકિટ તરીકે વેચાણ કરીને 8 થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નોટિસ આપી ન હોવાથી ગાંધીનગર કોર્ટે ત્રણેય અરજદારોના આગોતરા શરતી જામીન મંજૂર કર્યા હતા.
આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે અને બંને પક્ષોના પુરાવાઓ તપાસ્યા બાદ અંતિમ ચુકાદો આપવામાં આવશે. જો કે, લોકગાયક કિર્તીદાન ગઢવીનું નામ વિવાદમાં ઉછળતા મનોરંજન જગતમાં ચર્ચા જાગી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.