ધાનેરાના ભાજપના પૂર્વ ધારાસભ્યને કેમ કહેવું પડ્યુ કે “અમને પાકિસ્તાન મોકલી દો”
ધાનેરા તાલુકાને થરાદ-વાવ જિલ્લામાં રાખતાં પૂર્વ ધારાસભ્યનો બળાપો

અમને પાકિસ્તાન મોકલી દો

અમને પાકિસ્તાન મોકલી દો
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણાં કરાયા હતા. આ ધરણાં દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે રાજ્ય સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. બળાપો ઠાલવતા તેમણે કહ્યુ હતુ કે, “આવી સામાન્ય બાબતમાં રડવું પડે છે. 20 વર્ષથી જનસંઘમાં છીએ. કટોકટી વખતે જેલમાં રહ્યો છું. આ વિચારધારા માટે અમે કંઈક કર્યું છે. છતાં જો તમને ના સમજાતું હોય તો અમને મારી નાખો. અંગ્રેજોએ કરેલા જલિયાવાલા બાગની જેમ રોજ રોજ મરવું કરતાં એક વાર મરી જવું સારું. બહુ દુઃખ સાથે આ વાત કરું છું. તમે અમને અહીં રાખવા ના માગતા હોય તો પાકિસ્તાન મોકલી દો.”
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ધાનેરા તાલુકાનો થરાદ-વાવ જિલ્લામાં સમાવેશ કર્યો ત્યારથી ધાનેરા તાલુકાની પ્રજા ભારે વિરોધ કરી રહી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ 8 દિવસથી તંત્ર અને સરકાર સુધી અવાજ પહોચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ધાનેરા શહેરના લાલચોકમાં શુક્રવારે યોજાયેલાં ધરણાં પ્રદર્શનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ધાનેરા તાલુકાના આગેવાનોને સંબોધતા તેમણે જણાવ્યુ કે જિલ્લા વિભાજન બાબતે ધાનેરા તાલુકાના રાજકીય આગેવાનોને સરકાર તરફથી તેડું આવ્યું હતું અને તેઓને સાંભળવામાં આવ્યા હતા. પરંતુ ધાનેરા તાલુકા માટે સરકાર તરફથી યોગ્ય નિર્ણય કરાયો નથી. ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા જિલ્લા સાથે આઝાદીના સમયથી જોડાયેલી છે. તેથી ધાનેરાના તમામ નેતાઓ એક રહી પ્રજાની સુખાકારી માટે આગળ આવે.
પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ખુલ્લેઆમ આગળ આવ્યા છે. જનસભાને સંબોધતા જણાવ્યું કે શું કામ અમારી પાછળ પડ્યા છો? શું પાપ અમે કર્યું છે? કયા ભવનું અમારી સાથે વેર લો છો? અમારો આત્મા રડે છે. ગરીબોની હાય લાગ્યા વિના નહીં રહે. મફતલાલ પુરોહિતે કોઈનું પણ નામ લીધા વિના મોટા નેતાઓ સામે નિશાન સાધતા જણાવ્યું કે “તમે તમારા અહંકાર સિવાય શું કર્યું ? પ્રજાનું શું ભલું કર્યું? કર્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડશે. ખોટું કરીને કોઈનું ભલું થયું નથી હું પીડા. સાથે વાત કરું છું.” પોતાના ભાષણ દરમિયાન ભાવુક થઈને જણાવ્યું કે “80 વર્ષની ઉંમરે મારે આંદોલન પર ઉતરવું પડે. મેં અમિતભાઈ શાહ અને પીએમઓમાં પણ ફોન કરીને રજૂઆત કરી છે.”
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.