ગુજરાતમાં નરાધમોની ગુનાખોરી ક્યારે અટકશે?
ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સા વધ્યા, તાંત્રિકે પૈસા પડાવ્યા તો બીજે બાળકી પર દુષ્કર્મ!!

ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સા વધ્યા

ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સા વધ્યા
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને માસૂમ બાળકીઓ સામે વધી રહેલા જાતીય અપરાધોએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. માત્ર બે જ દિવસમાં રાજ્યના બે ખૂણામાંથી માનવતાને શર્મસાર કરનારી બે જઘન્ય ઘટનાઓ સામે આવી છે, જે રાજ્યમાં ગુનાખોરીનું સ્તર ક્યાં પહોંચ્યું છે તે દર્શાવે છે.
પ્રથમ કિસ્સામાં અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે બની છે. અહીં એક મજૂર પરિવારની 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં નિષ્ફળ જતાં એક નરાધમે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. 4 ડિસેમ્બરના રોજ બાળકી પોતાના મામાના ખેતરમાં રમતી હતી, ત્યારે આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજર તેને અવાવરુ સ્થળે લઈ ગયો હતો. દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યા બાદ આ નરાધમે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો.
લોહીલુહાણ હાલતમાં બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. 8 ડિસેમ્બરના રોજ ફરિયાદ મળતા, રૂરલ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજરની ધરપકડ કરી છે.
બીજી ઘટના કચ્છના માધાપરની છે, જ્યાં વિશાલ મહારાજ નામના એક તાંત્રિકે ધાર્મિક વિધિની આડમાં એક મહિલા સાથે અડપલાં કરતાં તેની સામે બીજી ફરિયાદ નોંધાઈ છે. ભુજના ગ્રામીણ વિસ્તારની એક મહિલાને 'શરીરમાં આત્મા છે' તેમ કહીને તે આત્માને બહાર કાઢવાની વિધિના નામે તાંત્રિકે તેની પાસેથી રૂ. 3.11 લાખ પડાવ્યા હતા.
પોલીસે કરેલી અપીલ બાદ હિંમત કરીને મહિલાએ આગળ આવીને ફરિયાદ નોંધાવી છે, જેના પગલે માધાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કિસ્સો ધાર્મિક આસ્થાની અંધશ્રદ્ધા હેઠળ ગુનેગારો કેવી રીતે મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.
ગુજરાતમાં બે દિવસમાં સામે આવેલા આ બંને કિસ્સાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકો અને મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. તાંત્રિક જેવા ધર્મની અંધશ્રદ્ધા હેઠળ ગુનાઓ અને બાળકીઓ પરની હેવાનિયતની ઘટનાઓ સમાજ અને કાયદા વ્યવસ્થા માટે ગંભીર પડકાર છે.
સવાલ એ છે કે કાયદાનું કડક શાસન ક્યારે સ્થાપિત થશે, જેથી માસૂમિયત સુરક્ષિત રહી શકે અને ચોપડે લખાતું સુરક્ષિત ગુજરાત ખરેખર બધા ખૂણે સુરક્ષિત અનુભવ કરી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?