અરજી રદ્દ થયાં પછી શું શ્વાન સાથેનો લાગણીનો સંબંધ પણ થશે રદ્દ?
પાલતુ શ્વાનના લાઇસન્સ રદ્દ થતાં લાગણીઓ પણ ઘાયલ થાય છે. નિયમો જરૂર છે, પરંતુ શું પાળેલા શ્વાન અને માલિક વચ્ચેના પ્રેમનું પણ માન રાખવો જોઈએ?

પાલતુ શ્વાન

પાલતુ શ્વાન
સુરતમાં પાલતુ શ્વાન માટે લાઈસન્સ પ્રક્રિયામાં પાલિકા દ્વારા અત્યાર સુધી 256માંથી 108 અરજીઓ રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ લોજીક છે - શહેરના નાગરિકોની સુરક્ષા, શ્વાન હુમલાના ઘટનાઓ અટકાવવી અને નિયમબદ્ધતા લાવવી. પણ શું આ નિર્ણય માત્ર વ્યવસ્થા લાવવા પૂરતો છે કે તે વ્યક્તિગત લાગણીઓને પણ ધ્યાનમાં રાખીને છે ? આપણે અહીં વાત કરવાની છે એ શ્વાન અને શ્વાન માલિકો વિશે જેમની અરજીઓ કોઈ કારણોસર રદ્દ થઈ છે.
આજે જો કોઈ વ્યક્તિ પાસે છેલ્લાં 5-6 વર્ષથી શ્વાન છે - જેને તે શ્વાનને બાળક સમાન પ્રેમ આપે છે, સાથે સુવે છે, ખવડાવે છે, રમે છે - તો માત્ર એક લાઇસન્સ અથવા પડોશીના NOCના અભાવે સરકાર તેને એમ કહી શકે કે, "હવે આ શ્વાન તું રાખી શકતો નથી"? શું એ માણસે તેના દિલથી જોડાયેલા પ્રાણીને ઘરની બહાર કાઢી મુકવાનું?
શ્વાન માત્ર એક પાલતુ નથી, તે આપણા જીવનનો હિસ્સો બની જાય છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીનો સાથદાર, એક નમ નજર, એક ટેકો. હવે જો કોઈ પડોશી, જે કદાચ અંગત સંબંધે ત્રસ્ત છે, એવી વ્યક્તિ જો NOCના આપે, તો એના કારણે શ્વાનને લાઈસન્સ મળશે નહિ, જો અરજી રદ્દ થાય તો તે માસૂમ શ્વાનનું શું?
નોંધનીય છે કે, પશુ પ્રેમ એ માનવતાનું ઉચ્ચતમ રૂપ છે. પરંતુ સરકારના નક્કર કાયદા એકદમ બિનમૂલ્ય લાગણીના આધાર પર નિર્ણય લે છે - એની પાછળ લાગણીઓનું સ્થાન નથી. પાળેલાં શ્વાન અને તેના માલિક વચ્ચેનો પ્રેમ, સંબધ અને સેવા કાયદાની લાઈનમાં ફસાઈ જાય છે.
શું આવાં કેસોમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ નહિ? જેમ કે, લાંબા સમયથી શ્વાન પાળનારા માટે સ્પેશિયલ વર્ફી કે સમજૂતીભર્યું વલણ? શું શ્વાન માટે એવી સમિતિ ન હોવી જોઈએ કે, જે NOC વગર પણ શ્વાનના વર્તન અને સ્થિતિના આધારે લાઈસન્સ આપે?
સરકારે નિયમો કડક બનાવ્યા, એ યોગ્ય છે. પરંતુ લાગણીભર્યા સંબંધો વચ્ચે સમજદારીનું સંતુલન ન હોય તો આ નિયમો જીવદયાને નહિ, અણસારને જન્મ આપે છે. શ્વાન જે માસૂમ અને નિર્દોષ છે - એનો કોઈ ગુનો નથી, છતાં તેના માટે દંડ જેવી સ્થિતિ છે.
એટલે આજે જરૂર છે એવા હૃદયથી લેવાયેલા નિર્ણયોની - જ્યાં નાગરિકોની સલામતી પણ જળવાય અને એ પણ માન્યતા મળે કે, ઘરનું એક ‘બાળક’ - એ ફક્ત માણસ નહિ પણ શ્વાન પણ હોઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!