બનાસકાંઠામાં 50,000 રિચાર્જ કૂવા દ્વારા ભુગર્ભ જળસ્તર ઊંચું લાવવા જળ સંચય અભિયાનનો પ્રારંભ
બનાસકાંઠામાં રાજ્યપાલ, CM અને કેન્દ્રીય જળમંત્રીની ઉપસ્થિતિમાં 50,000 રિચાર્જ કુવાઓમાંથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ શરૂ થયો છે.

રિચાર્જ કૂવા

રિચાર્જ કૂવા
બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાનનો પ્રારંભ થયો છે, જેમાં એકસાથે 50,000 રિચાર્જ કુવાઓ બનાવવામાં આવશે. પાણીના તળ ઊંડા જતા જળ સંચય જરૂરી બન્યો છે, જેથી રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન અમલમાં મૂકાયું છે. રિચાર્જ કુવાઓ ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવામાં મદદરૂપ થશે અને વરસાદનું પાણી જમીનમાં સંગ્રહિત થશે.
ચોડુંગરી ગામથી જળ સંચયના કાર્યોની શરૂઆત કરાશે એવું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યપાલ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળમંત્રીની ઉપસ્થિતિમાં આ અભિયાનનો શુભારંભ થશે.
બનાસકાંઠામાં "કેચ ધ રેન" યોજના અંતર્ગત આ વિશાળ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. ખેડૂતોનું પણ મોટી સંખ્યામાં જોડાણ થવા જઈ રહ્યું છે. આ સમગ્ર જિલ્લામાં 50,000 જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે, જે ભવિષ્યમાં પાણીના સ્તરમાં સુધારો લાવશે,
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!