વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકીથી ચકચાર, પરિસર ખાલી કરાવાયો અને સુરક્ષા દળોની દોડધામ
વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પરિસર ખાલી કરાવાયું, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં જૂટાઈ.

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે (7 જુલાઇ) સવારે એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ, આ ધમકી વહેલી સવારે ઈમેલ દ્વારા મળી હતી. ધમકી મળતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વેરાવળ શહેરમાં અને ખાસ કરીને કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
અગાઉ સ્કૂલ અને હોટલોને ઉડાવી દેવાની ધમકી:
2 દિવસ પહેલાં વડોદરામાં સ્કૂલ-હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 5 જુલાઇએ વડોદરામાં પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી હોટલ લોર્ડ્સ રિવાઇવલને RDXથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ અંગે હોટલ મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ DCP ઝૂલી કોઠીયા સહિત સયાજીગંજ પોલીસ અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા હોટલ ખાલી કરાવામાં આવી રહી હતી અને હોટલના તમામ 48 રૂમની પોલીસે તપાસ શરૂ કરી હતી.
ધમકીભર્યો ઇ-મેલ nayanthara_diana_kurien@hotmail.com પરથી 5 જુલાઈની સવારે મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હોટલના મેનેજરનું સાંજે ધ્યાન પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે 4 જુલાઇએ સ્કૂલોને આ ઈ-મેલ પરથી ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!