સસરા જમાઈની જોડીએ વલસાડમાં લાખોની ચોરીને આપ્યો અંજામ!
વલસાડના રોયલ એપાર્ટમેન્ટમાં થયેલી લાખોની ચોરી પાછળ સસરા-જમાઈની જુગલીએ ભેદ ઉકેલી દીધો છે. ધોત્રે ગેંગના આ સભ્યો દેશભરમાં 30થી વધુ ગુનાઓમાં સમાવેશ થાય છ ...

વલસાડ પોલીસ

વલસાડ પોલીસ
વલસાડ શહેરના બેચર રોડ પર આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં ત્રીજી મેના રોજ થયેલી રૂપિયા 10.97 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. વલસાડ પોલીસે તપાસના અંતે ચોરીમાં સામેલ રહેલા 2 આરોપી-સસરા શિવા ચિનપ્પા અને જમાઈ રાહુલ મુપનારને ઝડપી લીધા છે. તપાસમાં ખુલ્યું કે આ બંને કુખ્યાત ધોત્રે ગેંગના સભ્યો છે, જેમણે અગાઉ પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનેક ચોરીઓ કરી છે.
રોયલ એપાર્ટમેન્ટમાં જ્યારે મકાનમાલિક પરિવાર બહાર હતો, ત્યારે આ સસરા-જમાઈની જોડીએ તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને માત્ર 8 મિનિટમાં જ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ફરિયાદ બાદ વલસાડ શહેર પોલીસ અને વિશિષ્ટ ટીમે ઘટનાની તપાસ શરૂ કરી હતી.
શિવા ઉર્ફે રાજુ ચિનપ્પા ધોત્રે અને રાહુલ મુપનારે ચોરી માટે પ્લાન બનાવી સચોટ સમય પસંદ કર્યો હતો. ધોત્રે ગેંગનું નેટવર્ક મોટા ભાગે મહારાષ્ટ્રના વસઈથી ચલાવવામાં આવે છે અને આ ગેંગના સભ્યો સામાન્ય રીતે બાઈક પર 2-3 લોકોની ટોળકીમાં ચોરી કરવા નીકળે છે.
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, શિવા અને રાહુલે માત્ર વલસાડ નહિ પરંતુ સુરત, ભરૂચ સહિત અન્ય શહેરોમાં પણ ચોરીને અંજામ આપ્યો છે. વલસાડ પોલીસના જણાવ્યા મુજબ તેમના પર કુલ 30થી વધુ ગુનાઓ નોંધાયા છે. હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેંગના અન્ય સભ્યોના ચિતાર પણ ઝડપાશે તેવી આશા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!