સ્માર્ટ સિટી હોવા છતાં પણ વડોદરામાં આજે પણ 'ચાવીવાળી' પદ્ધતિથી પાણી વિતરણ
વડોદરામાં આજે પણ ગાયકવાડી સમયની 'ચાવી' પદ્ધતિથી પાણી વિતરણ થાય છે, 999માંથી માત્ર 114 વાલ્વ ઓટોમેટિક છે અને 156 ‘ચાવીવાળા’ની જગ્યાઓ ખાલી છે.

વડોદરામાં પાણી વિતરણ

વડોદરામાં પાણી વિતરણ
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલી સ્કાડા સિસ્ટમ છતાં શહેરમાં પાણી વિતરણ માટે દાયકાઓ જૂની ગાયકવાડી “ચાવી” પદ્ધતિનો ઉપયોગ આજે પણ થઈ રહ્યો છે. જેમાં મેન્યુઅલ વાલ્વને હાથથી ખોલવાનું અને બંધ કરવાનો પ્રાચીન પ્રકાર આજે પણ જળવાયલો છે.
ઓટોમેટિક સિસ્ટમ હોવા છતાં પણ જૂની પદ્ધતિ ચાલુ
શહેરમાં કુલ 999 પાણીના વાલ્વ પૈકી આજે ફક્ત 114 વાલ્વ ઓટોમેટિક બનાવવામાં આવ્યા છે, અને બાકીના 885 હજુ પણ મેન્યુઅલ છે. આ વાલ્વ શહેરના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં વિભાજિત છે. પૂર્વ ઝોનમાં માત્ર 3 ઓટોમેટિક વાલ્વ છે જ્યારે પશ્ચિમમાં 36, દક્ષિણમાં 45 અને ઉત્તર ઝોનમાં 30 ઓટોમેટિક વાલ્વ કાર્યરત છે.
“ચાવીવાળા” શબ્દનો અર્થ
અહીં “ચાવીવાળા”નો અર્થ પાણી વિતરણ માટે લાઈનના વાલ્વ હાથથી ચલાવનાર કર્મચારી છે. વિતરણ પદ્ધતિ મુજબ, મેન્યુઅલ વાલ્વ ઉપર મોટી ચાવી લગાડવામાં આવે છે જેને ફેરવીને પાણી ઓન/ઓફ કરવામાં આવે છે.
માણસબળની અછત
કોર્પોરેશનની પાણી પુરવઠા શાખામાં “ચાવીવાળા” માટે 170 જગ્યા મંજૂર છે, પરંતુ માત્ર 14 જગ્યા ભરાયેલી છે. 63 કાયમી અને 184 હંગામી મળીને 247 કર્મચારી કામગીરી કરી રહ્યા છે, પણ 156 જગ્યાઓ હજુ ખાલી છે.
જોખમી કામગીરી
આ “ચાવીવાળા”ઓ ઘણા લોકેશનો પર જીવના જોખમે વ્યસ્ત માર્ગો પર વાહનવ્યવહાર વચ્ચે વાલ્વ ઓપન-ક્લોઝ કરતા હોય છે. અનેક વખત વાલ્વની ઉપર વાહનો પાર્ક હોવાને કારણે મુશ્કેલી સર્જાતી હોય છે. ક્યારેક ફરિયાદ બાદ બેરિકેડિંગ પણ કરાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!