વડોદરા: કથાના મેળામાં રાઈડ્સ મુદ્દે થયો હંગામો
ગોત્રીમાં લઘુમતી સંચાલકો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠને રાઈડ્સ બંધ કરાવી; પવિત્રતાનો ભંગ

લઘુમતી સમાજ દ્વારા કરાતુ હતું રાઈડનું સંચાલન

લઘુમતી સમાજ દ્વારા કરાતુ હતું રાઈડનું સંચાલન
સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આંતર-ધાર્મિક વિવાદ સપાટી પર આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રીના કલાનગરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'હનુમંત ચરિત્ર કથા'ના સ્થળે બાળકો માટે રાખવામાં આવેલી રાઈડ્સના સંચાલન મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. સ્થાનિક હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે કથા સ્થળની પવિત્રતાને અવગણીને લઘુમતી સમાજના લોકોને રાઈડ્સનું સંચાલન સોંપવામાં આવ્યું છે, જેના વિરોધમાં મોડી રાત્રે રાઈડ્સ બંધ કરાવી દેવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના?ગોત્રી વિસ્તારમાં અત્યારે હનુમાનજીની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક પ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને બાળકોના મનોરંજન માટે કથા સ્થળની બહાર નાનો મેળો અને રાઈડ્સ રાખવામાં આવી છે. રવિવારની રાત્રે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરોએ કથા સ્થળ અને મેળાના વિસ્તારમાં 'ચેકિંગ' હાથ ધર્યું હતું. આ દરમિયાન કાર્યકરોને જાણવા મળ્યું કે રાઈડ્સ ચલાવનારા કેટલાક યુવાનો લઘુમતી સમાજના છે. આ વાત વાયુવેગે ફેલાતા સંગઠનના અનેક યુવાનો ત્યાં એકઠા થઈ ગયા હતા અને રાઈડ્સ બંધ કરાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
હિન્દુ સંગઠનોના ગંભીર આક્ષેપોહિન્દુ એકતા સંગઠનના સભ્ય નયન સકપાલના જણાવ્યા અનુસાર, "અમે કલાનગરી ગ્રાઉન્ડ પર હનુમાનજીની કથામાં શાંતિ જળવાય અને સ્થળની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે મેળાની મોટાભાગની રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકો કરી રહ્યા છે. આ ઘટનાથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે."
સંગઠને વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ રાઈડ્સના મુખ્ય કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયા નામના વ્યક્તિ છે, જેમણે લઘુમતી સમાજના લોકો સાથે ૫૦ ટકાની ભાગીદારીમાં આ કોન્ટ્રાક્ટ લીધો છે. હિન્દુત્વની રક્ષા અને પવિત્રતાના નામે સંગઠને તમામ રાઈડ્સ બંધ કરાવી દીધી હતી.
કોન્ટ્રાક્ટરની સ્પષ્ટતા અને પક્ષબીજી તરફ, મુખ્ય કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, "આ રાઈડ્સ મારી પોતાની જ છે અને કોઈની સાથે કોઈ ભાગીદારી નથી. રાઈડ્સ ચલાવવા માટે જે જૂના માણસો હતા તે ઉત્તર પ્રદેશના હતા અને તેઓ વતન ગયા હોવાથી કામચલાઉ ધોરણે નવા છોકરાઓને કામે રાખ્યા હતા. તે માત્ર મારા પગારદાર માણસો જ છે." તેમણે ઉમેર્યું કે કોઈ ગેરસમજને કારણે આ માથાકૂટ થઈ હતી જે હવે થાળે પડી ગઈ છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળેરાત્રિના સમયે મેળામાં થયેલા આ હોબાળાને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોના ટોળા ઉમટી પડતા અને સૂત્રોચ્ચાર થતા મામલો બિચક્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને પક્ષોને શાંત પાડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા વડોદરામાં આ વિવાદ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ધાર્મિક પવિત્રતા વિરુદ્ધ રોજગારનો મુદ્દોઆ ઘટનાએ વડોદરામાં ફરી એકવાર નવી ચર્ચા જગાવી છે. એક વર્ગનું માનવું છે કે ધાર્મિક સ્થાનો પર પવિત્રતા જાળવવી જરૂરી છે, જ્યારે બીજો વર્ગ માને છે કે શ્રમ અને રોજગારને ધર્મ સાથે ન જોડવો જોઈએ. હાલ પૂરતું તો આયોજકો અને સંગઠન વચ્ચેની વાતચીત બાદ રાઈડ્સના સંચાલનમાં ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહ્યું.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.