વડોદરા પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ, 51.77 લાખનો મુદ્દામાલ માલિકોને પરત
વડોદરા પોલીસ ઝોન-2માં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 51.77 લાખની ચોરી, ગુમ થયેલો તથા સાઇબર ફ્રોડનો મુદ્દામાલ માલિકોને સોંપાયો.

તેરા તુજકો અર્પણ

તેરા તુજકો અર્પણ
વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કલાભવન ખાતે “તેરા તુજકો અર્પણ” અને લોન મેળા કાર્યક્રમનું આયોજન ઝોન-2ના રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જે. પી. રોડ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચોરાયેલા ઘરેણાં, ગુમ થયેલા મોબાઇલ, વાહનો તથા સાઇબર ફ્રોડના કેસમાં મળેલ કુલ રૂપિયી 51,77,131ના મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પરત આપવામાં આવેલા મુદ્દામાલનું વિતરણ નાયબ પોલીસ કમિશનર ઝોન-2 અભય સોની અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન એ. વી. કાટકડના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ બેન્કોના મેનેજરો દ્વારા સરકારી નાણાકીય યોજનાઓ અંગેની માહિતી પણ આપી હતી. મૂળ માલિકોને ચોરી કે ગુમ થયેલો મુદ્દામાલ પરત મળતા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?