વડોદરા મહાનગરપાલિકાનું નફ્ફટ તંત્ર ફરી વાર ઉંઘતું ઝડપાયું, દુર્ઘટના સામે સવાલો
રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતાં બાળકોના માથે જોખમ ઉભુ થયું હતું

વડોદરા મહાનગરપાલિકાનું નફ્ફટ તંત્ર ફરી વાર ઉંઘતું ઝડપાયું, દુર્ઘટના સામે સવાલો

વડોદરા મહાનગરપાલિકાનું નફ્ફટ તંત્ર ફરી વાર ઉંઘતું ઝડપાયું, દુર્ઘટના સામે સવાલો
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાલી રહેલા રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડમાં ચાલુ રાઇડ દરમિયાન દરવાજો ખુલી જતાં લોકોમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો હતો. એક બાળક તો હવામાં લટકી ગયો હતો. સદનસીબે કોઇ બાળકને ઇજા થઇ ન હતી. આ ઘટનાએ ફરી એક વાર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાલી રહેલા રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડમાં બેસીને બાળકો ખુશ જણાતા હતા ત્યારે જ ચાલુ રાઇડ સમયે દરવાજો ખુલી ગયો હતો જેથી લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. ક્રિસમસનો તહેવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો આ મેળામાં પોતાના બાળકોને લઇને આવ્યા હતા અને આ દ્રષ્ય જોતાં જ લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. લઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં એક બાળક તો દરવાજો ખુલી જતાં હવામાં લટકી ગયો હતો. જો કે રાહતની વાત એ છે કે કોઇ બાળકને ગંભીર ઇજા થઇ ન હતી.
રાજ્યમાં હરણાી બોટકાંડ અને રાજકોટ ટીઆરપી ગેમઝોન કાંડ બાદ આ પ્રકારના ગેમઝોન અને મેળાઓમાં સેફ્ટીના મુદ્દે ખાસ ગાઇડ લાઇન જાહેર કરાઇ હતી પણ વડોદરાનો આ બનાવ જોતા લાગતું નથી કે તેનું ચુસ્તપણે પાલન થયું હોય. વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી એક વાર ઉંઘતું ઝડપાયું છે. શું રાઇડના સંચાલકો અને મેળાના સંચાલકોએ રાઇડનું ફિટનેસ સર્ટિફીકેટ લીધું હતું કે કેમ તે સવાલ ઉભો થયો છે. જો કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત તે પણ સવાલ પુછાઇ રહ્યો છે. ઘટનાના પગલે લોકોમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે.
બનાવ બનતાં જ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડ઼ી ગયા હતા. જાણવા મળ્યા મુજબ એક બાળકી પડી જતાં તેને સામાન્ય ઇજા પહોંચી છે. ઘટના બાદ તંત્ર દ્વારા રોયલ મેળો બંધ કરી દેવાયો છે. પોલીસના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર રાઇડનું લોક ખુલી જતાં બે થી ત્રણ દરવાજા ખુલી ગયા હતા અને બેદરકારી દાખવનારા રાઇડ ઓએપરેટર સામે કાર્યવાહી કરવામાં આવશે. રાઇડની મંજૂરી લેવાઇ હતી કે કેમ તેની પણ તપાસ કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.