ડિજિટલ એરેસ્ટના ડરથી ખેડૂતે કર્યો આપઘાત
દિલ્હી ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીથી ભયભીત

અતુલ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી એક દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.

અતુલ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી એક દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે સાયબર ઠગોના “ડિજિટલ એરેસ્ટ”ના ડરથી એક 65 વર્ષીય ખેડૂતે ઝેરી દવા પી લીધી આત્મહત્યા કરી લીધી છે. ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ સ્કેમને કારણે થયેલી આ પ્રથમ આત્મહત્યાની ઘટના ગણી શકાય છે.
મૃતક અતુલભાઈ હિરાભાઈ પટેલ (ઉં.વ. 65, રહે. કાકા રામના ફળિયા, કાયાવરોહણ) ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 16 નવેમ્બરના રોજ તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે તેમના નામે દિલ્હીમાં 40 કરોડ રૂપિયાનો બેંક ફ્રોડ થયો છે અને આ કેસમાં દિલ્હી ATS તપાસ કરી રહી છે. ઠગોએ પોતાને દિલ્હી ATSના ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર તરીકે ઓળખાવ્યા અને વ્હોટ્સએપ પર નકલી આઈ-કાર્ડ પણ મોકલ્યું હતું.
આખો દિવસ ઠગોએ વ્હોટ્સએપ વીડિયો કોલ દ્વારા અતુલભાઈને “ડિજિટલ એરેસ્ટ”માં રાખ્યા હતા. દર 5-5 મિનિટે કોલ કરીને “ઘરની બહાર નીકળશો તો તરત જ ધરપકડ કરીશું” તેવી ધમકી આપવામાં આવતી હતી. ભયથી ગભરાઈ ગયેલા અતુલભાઈએ 17 નવેમ્બરની વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા છતાં તેમનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, “કાકાએ અમને એકલામાં કહ્યું હતું કે દિલ્હી પોલીસના ફોન આવે છે અને ખૂબ ડરાવે છે. તે એટલા ગભરાઈ ગયા હતા કે રાત્રે પણ ઊંઘ નહોતી આવતી.” પરિવારે ઠગોના નંબર પર સંપર્ક કરતાં પણ ધમકીઓ મળી હતી. હાલ ડભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્ર સરકારના આંકડા ચોંકાવનારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં આપેલી માહિતી મુજબ, 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં દેશમાં ડિજિટલ એરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે – એટલે કે દરરોજ સરેરાશ 200 લોકો આ સ્કેમનો ભોગ બને છે. આ સ્કેમથી લોકોએ કુલ 2,575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં સાયબર ફ્રોડમાં 2,746 કરોડ રૂપિયાનો દેખાતો નુકસાન થયું છે.
આ સ્કેમથી બચવા શું કરવું?
આ ઘટનાએ ફરી એકવાર સાયબર ઠગોની નવી-નવી રીતો સામે જાગૃત રહેવાની ચેતવણી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?