વડોદરા: નેશનલ હાઇવે પર ટ્રકનો ભયાનક અકસ્માત
વરણામા પાસે ટ્રક ડિવાઈડર સાથે અથડાતા કેબિનનો કચ્ચરઘાણ, હાઇવે પર ફેવિકોલની રેલમછેલ

નેશનલ હાઇવે

નેશનલ હાઇવે
હાઇવે પર ટ્રક ચાલકની ગંભીર દુર્ઘટના વડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે વરણામા ગામના બસ સ્ટેશન પાસે એક ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ટ્રક મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ફેવિકોલના બેરલ ભરીને જઈ રહી હતી. અકસ્માતને કારણે ટ્રકમાં રહેલા બેરલ રસ્તા પર પડતા હાઇવે પર ફેવિકોલની રેલમછેલ જોવા મળી હતી.
ફાયર વિભાગે ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો ટ્રક અથડાતા ડ્રાઈવર મોહમ્મદ શેખ કેબિનની અંદર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધા કલાકની ભારે જહેમત બાદ કેબિન કાપીને ડ્રાઈવરનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી તપાસ શરૂ કરી અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ માંજલપુર પોલીસની ટીમ કાફલા સાથે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?