વડોદરા: હનીટ્રેપ જેવી લૂંટનો પર્દાફાશ, મહિલા ઝડપાઈ
વાઘોડિયા રોડ પર બોલાવી સોનાની ચેન-વીંટી લૂંટનાર ગેંગની એક સાગરીત રાજકોટથી પોલીસના સકંજામાં

વડોદરા પાણીગેટ પોલીસ લૂંટ કેસ

વડોદરા પાણીગેટ પોલીસ લૂંટ કેસ
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની હદમાં બનેલી લૂંટની એક સનસનીખેજ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના સચોટ વિશ્લેષણ બાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલી રાજકોટની એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ લૂંટના કાવતરામાં સામેલ અન્ય પાંચ પુરુષ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે.
યોજનાબદ્ધ રીતે બોલાવીને ચલાવી હતી લૂંટ :
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ગત 15 માર્ચ 2026ના રોજ ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન કરીને સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પાસેની એક હોટલ નજીકના એપાર્ટમેન્ટમાં બોલાવ્યા હતા. ફરિયાદી જ્યારે એપાર્ટમેન્ટના ત્રીજા માળે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીને બિભત્સ ગાળો આપી, શારીરિક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ડરના માહોલમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી અંદાજે 1.75 લાખની કિંમતના સોનાની ચેન અને બે વીંટીઓની લૂંટ ચલાવી હતી.
ટેકનિકલ તપાસમાં રાજકોટનું કનેક્શન ખુલ્યું :
ઘટનાના આઠ દિવસ બાદ એટલે કે 23 માર્ચના રોજ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગુનો આચર્યા બાદ રાજકોટની મેરીલેન્ડ હોટેલ ખાતે રોકાયા હતા. હોટેલના રજીસ્ટરમાં આપેલા પુરાવાઓ, આધાર કાર્ડ અને વાહનની વિગતો પરથી પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
મુખ્ય મહિલા આરોપીની ધરપકડ અને વાહન જપ્ત :
પાણીગેટ પોલીસે રાજકોટમાં દરોડો પાડીને મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) નામની મહિલાને ઝડપી પાડી છે. આ મહિલા લૂંટમાં વપરાયેલી ફોર વ્હીલર ગાડીની માલિક હોવાનું અને સમગ્ર કાવતરામાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે લૂંટનો ગુનો કબૂલ કર્યો છે. પોલીસે ગુનામાં વપરાયેલી કાર પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરી છે.
પાંચ શખ્સો હજુ પણ ફરાર: પોલીસની શોધખોળ
આ લૂંટમાં માત્ર મહિલા જ નહીં પરંતુ તેની સાથે રાજકોટના અન્ય પાંચ રીઢા શખ્સો પણ સામેલ હતા. પોલીસે નીચે મુજબના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે:
1. યોગેશભાઈ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર
2. નિકુંજભાઈ નરોત્તમબાપુ ગોંડલીયા
3. જનક રામસીંગભાઈ સીંગર
4. કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા
5. એક અજાણ્યો પુરુષ સાગરીત
વડોદરા પોલીસે રાજકોટ પોલીસની મદદ લઈને આ તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટમાં હનીટ્રેપ જેવી કોઈ મોડસ ઓપરેન્ડી હતી કે કેમ તે દિશામાં પણ પાણીગેટ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.