Vadodara Harni Lake Tragedy : કોર્ટમાં 5 કરોડના વળતર માટેની રજુઆત, પીડિતોની હક માટે લડાઈ
હરણી બોટકાંડ મામલે મૃતકો અને ઇજાગ્રસ્તોને ન્યાયની માંગ

Vadodara Harni Lake Tragedy માં પીડિતોની હક માટે લડાઈ

Vadodara Harni Lake Tragedy માં પીડિતોની હક માટે લડાઈ
Vadodara : 14 બાળકો અને શિક્ષકોના મોતનું કારણ બનનાર હરણી બોટકાંડ (Harni Lake Tragedy)ના મૃતકના પરિજનો ન્યાયની માંગણી સાથે ઠોકરો ખાઇ રહ્યા છે. ત્યારે આજે પીડિત પક્ષના વકીલ દ્વારા નાયબ કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં વિવિધ મુદ્દાસર રજુઆત કરવામાં આવી છે. જેમાં માંગ કરાઇ છે કે, મૃતક દીઠ પરિવારને રૂ. 5 કરોડ અને ઇજાગ્રસ્ત દીઠ પરિવારને રૂ. 50 લાખ ચૂકવવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટના આદેશ બાદ હાલ પીડિત પરિવારોને વળતર માટેની કાર્યવાહી ચાલી રહી છે.
પીડિત પક્ષના વકીલ હિતેષ ગુપ્તાએ નાયબ કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું છે કે, હરણી બોટકાંડ (Harni Lake Tragedy)માં હાઇકોર્ટ દ્વારા સુઓમોટો સંજ્ઞાન લઇને સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ઘણા મુદ્દાઓ કોર્ટ સમક્ષ આવ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે 15 મૌખિક ઓર્ડર કર્યા છે. જેને ધ્યાને લઇને રજુઆત કરવામાં આવી રહી છે. તમારા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી નોટીસ મુજબ 14 લોકોના મોત થયા છે. જ્યારે બે ઇજાગ્રસ્ત છે. ત્યારે ધ્યાન દોરવાનું કે, દુર્ઘટના સમયે બોટમાં 27 વ્યક્તિઓ બેઠેલા હતા. તે પૈકી 14 નું મોત નિપજ્યું છે. આ બનાવમાં બે થી વધુ ઇજાગ્રસ્ત હોવાની શક્યતા છે. તેઓને મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂરિયાત જણાય છે. તેઓનો પણ ઇજાગ્રસ્તોને વળતર ચુકવણીમાં સામેલ કરવા જોઇએ.
હરણી લેકઝોનનો કોન્ટ્રાક્ટ ગેરકાયદેસર...!
તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં આરોપીઓ દ્વારા ગુનાહિત કૃત્ય આચરવાના કારણે લોકો તેનો ભોગ બન્યા છે. તેથી આ ગુનો મોટર વ્હીકલ એક્ટ હેઠળનો ના હોય અને તેની કોઇ જોગવાઇનો ભંગ થયો ના હોવાથી વળતર નક્કી કરવા આશયથી આ હકીકત ધ્યાને લેવી જરૂરી છે. હરણી લેકઝોન (Harni Lake Tragedy)નો કોન્ટ્રાક્ટ કોટીયા પ્રોજેક્ટને પીપીપી ધોરણે આપવામાં આવ્યો હતો. જેમાં નિયમોને નેવે મુકીને ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યો હતો. જેથી શિક્ષકો અને બાળકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું. આ કેસમાં પાલિકાની વળતર ચૂકવવાની કોટીયા પ્રોજેક્ટના ભાગીદારો સાથે સંયુક્ત જવાબદારી બને છે. આ મામલે જે ઇન્કવાયરીના દસ્તાવેજો કોર્ટમાં મુકવામાં આવ્યા તે હકીકતો કલેક્ટરની ઇન્કવાયરીમાં નહતી.વર્ષ 2015 - 17 દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચારની વિગતો આવેલી નહતી. ટુંક સમય પહેલા જ મ્યુનિ. કમિ. દ્વારા રીટાયર્ડ ઇજનેર રાજેશ ચૌહાણ તથા અન્યને દોષી ઠરાવવામાં આવ્યા છે. જેથી તે સમયે ફરજ બજાવતા અધિકારીઓએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. તે તમામ અધિકારીઓ વળતરની ચૂકવણીમાં જવાબદાર બને છે.
વળતર ચૂકવવાનો આદેશ આપવો જોઈએ...!
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારના નુકશાનને વળતર આંકી શકે નહીં. તમામ હકીકતોને ધ્યાને લેવામાં આવે તો કોટીયા પ્રોજેક્ટસ, વડોદરા પાલિકા, સનરાઇઝ સ્કુલ, અને સરકારની વળતર ચૂકવવાની જવાબદારી બને છે. તમામને ધ્યાને રાખીને મોટર વ્હીકલ એક્ટની જોગવાઇઓ અનુસાર નહીં પરંતુ તમામ જવાબદારોને ધ્યાને રાખીને મૃતક દીઠ રૂ. 5 કરોડ અને ઇજાગ્રસ્ત દીઠ રૂ. 50 લાખ ની રકમ સંયુક્ત રીતે ચૂકવવાનો આદેશ થાય તો ન્યાયનો હેતુ જળવાય તેમ છે. જેથી વધુમાં વધુ વળતર ચૂકવવાનો રીપોર્ટ કરવા નમ્ર અરજ છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.