Vadodara: જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરતાં ગુનો દાખલ!
પ્રમાણપત્ર પર અધિકારીની સહી તથા ક્યુઆર કોડ હતું

જન્મનું પ્રમાણપત્ર લઈને આવનાર વજેસિંહ શિવરાજ સિંહ રાજપુત ને પૂછતા તેને જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર...

જન્મનું પ્રમાણપત્ર લઈને આવનાર વજેસિંહ શિવરાજ સિંહ રાજપુત ને પૂછતા તેને જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર...
વડોદરા કોર્પોરેશન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીક જોષીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 17 તારીખે હું કોર્પોરેશનની મિટિંગમાં હાજર હતો.તે દરમિયાન હરણી વારસિયા રીંગ રોડ ધવલ ચાર રસ્તા પાસે સવાદ ક્વાર્ટર્સમાં આવેલ કોર્પોરેશનના વોર્ડ નંબર ચારના ઓપરેટર મનસ્વીબેને મને એક શંકાસ્પદ જન્મનું પ્રમાણપત્ર વોટ્સએપ પર મોકલી આપ્યું હતું.આ પ્રમાણપત્ર પર અધિકારીની સહી તથા ક્યુઆર કોડ હતું.જે ક્યુઆર કોડ સ્કેન કરતા ગવર્મેન્ટની કોઈ વેબસાઈટ ખુલી ન હતી અને આ જન્મ પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાઇ આવ્યું હતું.
જેથી હું તરત ઓફિસે ગયો હતો જન્મના પ્રમાણપત્ર પર ગવર્મેન્ટ ઓફ ઉત્તર પ્રદેશ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ એન્ડ હેલ્થ અને તેની નીચે નગર નિગમ આગરા લખ્યું હતું.આ જન્મનું પ્રમાણપત્ર લઈને આવનાર વજેસિંહ શિવરાજ સિંહ રાજપુત ને પૂછતા તેને જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર મારી દીકરીનું છે.આ પ્રમાણપત્ર સરદાર એસ્ટેટ સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં આવેલી દુકાનમાંથી 650 રૂપિયામાં કરાવ્યું હતું.વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી દુકાનદારની તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!