VADODARA : કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદુર સન્માન યાત્રામાં થયા સહભાગી
સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું

સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું

સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું
ઓપરેશન સિંદૂર બાદ પહેલીવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા છે. અત્યારે તેઓ વડોદરામાં રોડ શો યોજીને મહિલા શક્તિ સહિત નાગરીકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત – સન્માન કરવા માટે યોજાયેલી સિંદુર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનોએ સામેલ થઇ નારી શક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા.
શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નિરવ સોનીના પરિવાજનો સિંદુર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા.
આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી. વડોદરામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ પણ આતંકવાદ વિરુદ્ધ લડાઇને સમર્થન આપ્યું હતું અને સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થયા હતા. વડાપ્રધાન ના સ્વાગત માટે વડોદરાવાસીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. હતો ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા માટે બેનર સહિત ઓપરેશન સિંદૂર લખેલી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની હતી.વડોદરાની ખેલ પ્રતિભાઓ હાથમાં તિરંગો લઈને સિંદૂર સન્માન યાત્રામાં સામેલ થઇ હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી પ્રારંભ થયો હતો. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?