વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
વડોદરા કલેક્ટર કચેરીને આજે સવારે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

વડોદરા કલેક્ટર કચેરી

વડોદરા કલેક્ટર કચેરી
વડોદરા શહેરમાં આજે વહેલી સવારે સનસનાટી મચી ગઈ હતી જ્યારે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઈ-મેઈલમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે, બપોરે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો, અન્યથા તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ ગંભીર ધમકી મળતા જ વડોદરા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અકોટા પોલીસ, SOG, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં વડોદરા કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા અત્યંત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અરજદારોના પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરીની સુરક્ષામાં કોઈ જ બાંધછોડ નહિ
સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા ડીસીપી મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, વડોદરા કલેક્ટર કચેરીને આ ધમકીભર્યો ઈ-મેઈલ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ મળ્યો હતો. મેલ મળતાની સાથે જ સુરક્ષાના તમામ પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યા હતા અને અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. પોલીસ હાલમાં એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને મળેલી ધમકીઓ સાથે આ મેલનું કોઈ જોડાણ છે કે કેમ? નોંધનીય છે કે, 17 અને 18 ડિસેમ્બરે રાજ્યના અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ફેક મેલ મોકલીને ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે વડોદરા કલેક્ટર કચેરીની સુરક્ષામાં કોઈ જ બાંધછોડ કરવામાં આવી રહી નથી.
200થી વધુ ખેડૂતોને કચેરીમાં પ્રવેશ નહિ
આ બોમ્બની ધમકીના કારણે વડોદરા કલેક્ટર કચેરીમાં પોતાની રજૂઆત કરવા આવેલા અનેક અરજદારો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને પાવર ગ્રીડ કોર્પોરેશનની લાઈનના વળતર બાબતે રજૂઆત કરવા આવેલા 200થી વધુ ખેડૂતોને કચેરીમાં પ્રવેશ ન મળતા તેઓ નિરાશ થયા હતા. મુકેશ પટેલ અને રશ્મિકાંત પટેલ જેવા ખેડૂત પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તેઓ તેમની જમીન અને વળતરના મુદ્દે અધિકારીઓને મળવા આવ્યા હતા પરંતુ આ ધમકીના કારણે કચેરી બંધ કરી દેવામાં આવી હોવાથી સાહેબ મળી શક્યા નથી. આમ, એક નકલી ધમકીના કારણે સામાન્ય જનતાના કામકાજ પર પણ મોટી અસર પડી છે, જે વડોદરા કલેક્ટર કચેરી ખાતે જોવા મળી હતી.
શાળાઓને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા પત્રો
ભૂતકાળમાં પણ આ પ્રકારે વડોદરા કલેક્ટર કચેરી અને શહેરની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા પત્રો અને ઈમેઈલ્સ મળેલા છે, જોકે તપાસના અંતે તે માત્ર અફવા જ સાબિત થયા હતા. અમદાવાદની શાળાઓને મળેલા મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરવાની વાતો કરવામાં આવી હતી, જે બાબતને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે. હાલમાં વડોદરા કલેક્ટર કચેરીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સાયબર ક્રાઈમની ટીમ આ ફેક મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની ટેકનિકલ તપાસ ચલાવી રહી છે જેથી તોફાની તત્વોને ઝડપી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?