Vadodara: બોગસ જન્મ દાખલા કૌભાંડ, નકલી સર્ટીફીકેટ કાઢી આપ્યું!
અગાઉ પણ આવા ત્રણ કિસ્સા વોર્ડ નંબર 4 માં બની ગયા છે.

બોગસ દાખલા સાથે આધારકાર્ડ કાઢવા આવેલા મહિલા રેખાબેનની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બોગસ દાખલા સાથે આધારકાર્ડ કાઢવા આવેલા મહિલા રેખાબેનની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરમાં જન્મના બોગસ દાખલા આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ઝેરોક્ષવાળા ગ્રાહકો સાથે ઠગાઈ કરતા થઈ ગયા છે. અગાઉ પણ આવા ત્રણ કિસ્સા વોર્ડ નંબર 4 માં બની ગયા છે. પોલીસે વધુ એક કિસ્સો નોધતા પુત્રીની માતાને અટકાયતમાં લઇ પૂછપરછ શરુ કરી છે. અગાઉના કિસ્સાઓમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે, કે ન્યુ વીઆઇપી રોડના ખોડીયારનગર ખાતે રહેતા રેખાબેન વાઘેલા અને તેમની પુત્રીના આધારકાર્ડ બાબતે વોર્ડ નં. 4 માં જન્મના દાખલા સાથે આવ્યા હતા. તપાસ કરતા જન્મનો દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. શાકભાજી અને ભંગારનો વેપાર ધંધો કરતા જુનેશભાઈની પુત્રીના જન્મના દાખલા અંગે ખોડીયારનગર તળાવ સામેનો ઝેરોક્ષના દુકાનદારે રૂપિયા 2200 લઈને જન્મનો દાખલો કાઢીને આપ્યો હતો. દાખલાના આધારે પુત્રીના માતા આધાર કાર્ડ કરાવવા માટે વોર્ડ નં. 4 ની કચેરીએ આવ્યા હતા. તપાસ કરતા જન્મનો દાખલોનો ભાંડો ફૂટ્યો હતો. સ્થાનિક પોલીસ બોલાવીને વોર્ડના કર્મીઓને જાણ કરી હતી. પોલીસ પુત્રીના જન્મના બોગસ દાખલા સાથે આધારકાર્ડ કાઢવા આવેલા મહિલા રેખાબેનની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!