વડોદરા શહેરમાં વિશ્વમિત્રી નદીના પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે પાલિકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હંગામો કર્યો હતો. મેયર પીન્કીબેન સોનીને રાજીનામાંની માગ સાથે કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કાર્યકરોની મેયર પાસે શહેરની અનેક બાબતોને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, વડોદરા શહેરની સમસ્યાઓને લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ મેયર પાસે અનેક બાબતો અંગે રજૂઆતો કરવા ગયા પરંતુ મેયરની કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ બાબતે AAP કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ દરવાજો કૂદીને કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.કાર્યકતોઓએ મેયર પીન્કીબેન સોની પનોતી હોવાનો પણ આક્ષેપ પણ કર્યો હતો.
આ બાદ કાર્યકરોએ કચેરીના દરવાજા પાસે મેયર પીકીબેન નામની નેમ પ્લેટ પર સાહી ફેકી તોડફોડ કરી હતી. કચેરી સામે આમ આદમી કાર્યકરોએ મેયરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું. મેયર કચેરીને ટોળાએ બાનમાં લીધી હતી.અને કચેરીની બહાર કાર્યકરો બેસી રહ્યા હતા. મેયર પીન્કીબેન સોની શહેરમાં હાજર ન હોવાથી કાર્યકરોનો પારો આસમાને જોવા મળી રહ્યું હતું.
આ ઘટનાની પોલીસને જાણ થતા હોબાળો કરનાર કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકારોનો ચીમકી છે કે શહેરની સમસ્યાઓનું સમાધાન ન થાય તો ભાજપા શાસન ઉથલાવી દઇશું.